ફ્રાન્સઃ 72 કલાકમાં બીજો હુમલો, ચર્ચના દરવાજા પાસે પાદરીને ગોળી મારીને હુમલાખોર ફરાર

હુમલાખોર દોડતો ચર્ચની પાસે આવ્યો અને દરવાજાની પાસે અચાનક પાદરીને પેટમાં બે ગોળી મારી દીધી

હુમલાખોર દોડતો ચર્ચની પાસે આવ્યો અને દરવાજાની પાસે અચાનક પાદરીને પેટમાં બે ગોળી મારી દીધી

 • Share this:
  લ્યોનઃ ફ્રાન્સ (France)માં કટ્ટરપંથીઓના હુમલા (Extremist Attack) સતત થઈ રહ્યા છે. ફ્રાન્સના લ્યોન શહેરમાં ચર્ચની પાસે એક પાદરીને ગોળીને (Pastor Shot) હુમલાખોર ફરાર થઈ ગયો. પાદરીની ઉંમર 52 વર્ષની આસપાસ છે. ફ્રાન્સમાં આ 72 કલાકમાં બીજો હુમલો છે. ડૉક્ટરો મુજબ, ગ્રીક પરંપરાવાદી ચર્ચના પાદરીને શનિવારે ખૂબ જ નજીકથી પેટમાં ગોળી મારવામાં આવી છે. પાદરીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે. હુમલાખોરને પકડવા માટે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ જાણકારી ફ્રાન્સ પોલીસે આપી.

  હુમલાખોરે કાળો લાંબો કોટ પહેર્યો હતો

  પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોરે કાળો લાંબો કોટ પહેર્યો હતો અને શોટગનને પોતાના કોટની અંદર છુપાવીને રાખી હતી. લ્યોનમાં ચર્ચની આસપાસના રહેવાસીઓએ જણાવ્યું કે પાદરીને બે ગોળી મારવામાં આવી. પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે તેઓએ જોયું કે એક વ્યક્તિ અચાનકથી દોડીને આવ્યો અને પછી તેણે એક પાદરીને ઘાયલ હાલતમાં ચર્ચના દરજાર પર લોહીથી લથપથ જોયા. હુમલાખોરનો આ હુમલા પાછળ શું ઉદ્દેશ્ય હતો તે હજુ જાણી શકાયું નથી.

  આ પણ વાંચો, રશિયામાં 16 વર્ષીય હુમલાખોરે ‘અલ્લાહૂ અકબર’ બોલીને પોલીસકર્મીને ચાકૂના ઘા માર્યા

  ફ્રાન્સના વડાપ્રધાને આ હુમલાને ગંભીર ઘટના ગણાવી

  ફ્રાન્સના વડાપ્રધાન જીન કાસ્ટેક્સે રિપોર્ટર્સને જણાવ્યું કે આ એક ગંભીર ઘટના છે. જોકે અમારી પાસે આ ઘટનાના મજબૂત તથ્ય ઉપલબ્ધ નથી. તેઓએ એમ પણ કહ્યું કે ‘ક્રાઇસિસ સેન્ટર’ને સક્રિય કરવામાં આવશે.

  આ પણ વાંચો, Alert! પ્લે સ્ટોર પર આ 21 ગેમિંગ Appsને લઈ ચેતવણી જાહેર, તાત્કાલિક કરો ડિલીટ

  ફ્રાન્સના હુમલાખોરના હાથમાં હતી કુરાન

  એન્ટી ટેરરિસ્ટ એજન્સીની તપાસમાં સામે આવ્યું છે કે ફ્રાન્સ (France Church Attack)ના શહેર નીસમાં ગુરૂવારે એક ચર્ચમાં લોકો પર ચાકૂથી હુમલો કરનારા ટ્યૂનીશિયન હુમલાખોરના હાથમાં કુરાન (Tunisian carrying Quran) પણ હતી. આ હુમલામાં ત્રણ લોકોનાં મોત થયા હતા. ફ્રાન્સના આતંકવાદ નિરોધી અભિયોજકે જણાવ્યું કે સંદિગ્ધ એક ટ્યૂનીશિયન છે. તેનો જન્મ 1999માં થયો હતો. તે 20 સપ્ટેમ્બરે લૈંપડ્યૂસાના દ્વીપ પહોંચ્યો હતો અને 9 ઓક્ટોબરે દક્ષિણ ઈટલીના એક પોર્ટ શહેર બારી પહોંચ્યો. અભિયોજનક જ્યાં-ફાંસવા રિકોર્ડે જોકે તે નીસ ક્યારે પહોંચ્યો તેની જાણકારી નથી આપી. રિકોર્ડે જણાવ્યું કે હુમલાખોરની પાસે પવિત્ર ગ્રંથ કુરાનની એક નકલ અને બે ફોન હતા.
  Published by:Mrunal Bhojak
  First published: