પાકિસ્તાનનું હવે આવી બન્યું! ભારતને સોંપાયા વધુ 3 રાફૅલ ફાઇટર પ્લેન

News18 Gujarati
Updated: November 21, 2019, 10:13 AM IST
પાકિસ્તાનનું હવે આવી બન્યું! ભારતને સોંપાયા વધુ 3 રાફૅલ ફાઇટર પ્લેન
રાફેલ ફાઇટર પ્લેનને ભારત લાવવા માટે ભારતીય વાયુસેનાના પાયલટોને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે

રાફેલ ફાઇટર પ્લેનને ભારત લાવવા માટે ભારતીય વાયુસેનાના પાયલટોને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે

  • Share this:
નવી દિલ્હી : ફ્રાન્સ (France)એ ભારતીય વાયુસેના (Indian Air Force)ને વધુ 3 રાફેલ ફાઇટર પ્લેન (Rafale Fighter Aircraft) સોંપી દીધા છે. રાફેલ ફાઇટર પ્લેનને ભારત લાવવા માટે ભારતીય વાયુસેના (Indian Air Force)ના પાયલટોને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેની જાણકારી રક્ષા રાજ્યમંત્રી શ્રીપાદ નાઇક (Shripad Naik)એ લોકસભામાં આપી. આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ 8 ઑક્ટોબરે ફ્રાન્સ સ્થિત એરબેઝ પર પહેલું રાફેલ જેટ મેળવ્યું હતું.

આ ચારેય રાફેલ જેટ મે 2020 સુધી ભારત પહોંચવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, કૉંગ્રેસે મોદી સરકાર (Modi Government) પર રાફેલ સોદામાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો. કૉંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે યૂપીએના કાર્યકાળમાં જે સોદો 526 કરોડ રૂપિયામાં થયો હતો, તે મોદી સરકારે 1670 કરોડ રૂપિયામાં નક્કી કર્યો.

રાફેલ ફાઇટર પ્લેનમાં શું છે ખાસિયતો?

>> રાફેલ પ્લેન એક મિનિટમાં 60 હજાર ફુટની ઊંચાઈ સુધી ઉડાન ભરી શકે છે. તેની એન્જિન ક્ષમતા લગગભ 17 હજાર કિલોગ્રામ છે.
>> રાફેલ (Rafale)ની મારક ક્ષમતા 3700 કિલોમીટર સુધી છે. સ્કાલ્પની રેન્જ 300 કિલોમીટર છે.
>> રાફેલ પ્લેન એક કારમાં 24,500 કિલો સુધી વજન લઈ જઈ શકે છે.>> આ પ્લેન 60 કલાકની વધારાની ઉડાન પણ ભરી શકે છે.
>> રાફેલ ફાઇટર પ્લેનની ગતિ 2,223 કિલોમીટર પ્રતિ કલાક છે.
>> રાફેલ પ્લેન 300 કિલોમીટરની રેન્જથી હવાથી જમીન પર હુમલો કરવામાં સક્ષમ છે.
>> રાફેલ પ્લેન 14 હાર્ડ પૉઇન્ટ દ્વારા ભારે હથિયાર પણ ટાર્ગેટ પર છોડવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો,

પાકિસ્તાની દુલ્હને સોનાને બદલે ટમેટાના ઘરેણાં પહેર્યાં! કારણ જાણી ચોંકી જશો
સ્કૅચના આધારે પકડાયો બે માસૂમ બાળકીઓનો હત્યારો, પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો પ્રયાસ
First published: November 21, 2019, 10:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading