Home /News /national-international /

રાફેલ ડીલ: આલાંદના નિવેદનથી ફ્રાંસ સરકારને ભારત સાથે સંબંધ બગડવાનો ડર

રાફેલ ડીલ: આલાંદના નિવેદનથી ફ્રાંસ સરકારને ભારત સાથે સંબંધ બગડવાનો ડર

પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના રાફેલ વિમાન સોદાને લઈ આપવામાં આવેલા નિવેદન બાદ ભારત સાથે તેમના સંબંધોને નુકશાન પહોંચી શકે છે.

પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના રાફેલ વિમાન સોદાને લઈ આપવામાં આવેલા નિવેદન બાદ ભારત સાથે તેમના સંબંધોને નુકશાન પહોંચી શકે છે.

    ફ્રાંસ સરકારે રવિવારે આસંકા વ્યક્ત કરી છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના રાફેલ વિમાન સોદાને લઈ આપવામાં આવેલા નિવેદન બાદ ભારત સાથે તેમના સંબંધોને નુકશાન પહોંચી શકે છે. રાફેલ લડાકૂ જેટ વિમાનોની ખરીદીને લઈ ઓલાંદના નિવેદને ભારતમાં પહેલાથી ચાલી રહેલા વિવાદને વધુ હવા આપી દીધી છે.

    ઓલાંદે ગત વર્ષે મે મહિનામાં ફ્રાંસના રાષ્ટ્રપતિનું પદ છોડ્યું હતું. શુક્રવારે તેમણે કહ્યું હતું કે, તેમની એક ભારત યાત્રા દરમ્યાન ફ્રાંસની વિમાન કંપની દસો એવિએસનને 2016માં ભારતીય પ્રસાશન સાથે થયેલા સોદા હેઠળ ભાગીદાર પસંદ કરવા માટે કોઈ વિકલ્પ પસંદ કરવા દેવામાં આવ્યો ન હતો.

    ઉલ્લેખનીય ચે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારે દસો પાસેથી 36 રાફેલ જેટ વિમાન ખરીદવાનો કરાર કર્યો હતો. આ સોદા બાદ દસોએ અનિલ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ડિફેન્સ સાથે ભાગીદારી નક્કી કરી હતી.

    ઓલાંદના નિવેદન અનુસાર, દસો પાસે આમાં કોઈ વિકલ્પ ન હતો, આ મામલાને વધુ હવા મળી ગઈ છે. ભારતમાં વિપક્ષ આ મુદ્દાને લઈ સરકાર પર હુમલો કરી રહી છે. વિપક્ષનો આરોપ છે કે, સરકારે આ મામલામાં અનિલ અંબાણીની મદદ કરી છે.

    ઓલાંદના નિવેદન પર રવિવારે ફ્રાંસના કનિષ્ક વિદેશ મંત્રી જીન-બાપટિસ્ટ લિમોયને કહ્યું કે, મારૂ માનવું છે કે, આ જે નિવેદન આપવામાં આવ્યું છે, આનાથી કોઈનું ભલુ નથી થવાનું અને સૌથી મોટી વાત એ છે કે, આનાથી ફ્રાંસને કોઈ ફાયદો નથી થવાનો.

    એક સાક્ષાતકારમાં લીમોયને કહ્યું કે, કોઈ પણ જ્યારે પદ પર નથી અને તે આવું વક્તવ્ય આપે છે જેનાથી ભારતમાં વિવાદ ઉભો થાય છે અને ભારત અને ફ્રાંસ વચ્ચે રણનીતિક ભાગીદારીને નુકશાન પહોચાડે છે તો તે વાસ્તવમાં ઉચિત નથી.

    ઓલાંદનું નિવેદન પોતાના બચાવમાં આવ્યું હતું. તેમની પર આરોપ છે કે, તેમની ગર્લફ્રેન્ડ જૂલી ગેએટે 2016માં એક ફિલ્મનું નિર્માણ અંબાણીની કંપનીના સહયોગથી કર્યું. આ નિશ્ચિત રીતે હિતોના ટકરાવને દેખાડે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Damage, Fans, Fears, France, Hollande, Rafale deal, વિવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन