વર્ષ 2020 (Lunar Eclipse) નું અંતિમ ચંદ્રગ્રહણ 30 નવેમ્બર થશે. આ ચંદ્રગ્રહણ કાર્તિક પૂર્ણિમાના દિવસે પડી રહ્યું છે. ધાર્મિક દ્રષ્ટિએ, કાર્તિક પૂર્ણિમા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ એક છાયા ગ્રહણ છે. આ સમયે, ચંદ્રનો રંગ થોડો ઘાટો હશે. ચંદ્રગ્રહણ સમયે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે. આ સ્થિતિમાં ચંદ્ર પૃથ્વીની છાયાથી ઢંકાયેલ છે. આ ચંદ્રગ્રહણ ખુલ્લી આંખોથી જોઇ શકાય છે.
આ પછી ગ્રહણ, આગામી ડિસેમ્બર, એટલે કે ડિસેમ્બરમાં 14 મી થશે જે સૂર્યગ્રહણ હશે. આ બંને ખગોળીય ઘટનાઓ ભારત ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં જોઇ શકાશે. ચાલો જાણીએ કયા સમયે અને કયા દેશોમાં વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ જોઇ શકાશે.
ક્યાં ક્યાં દેખાશે
ટાઇમ એન્ડ ડેટ મુજબ 2020નું આ છેલ્લુ ચંદ્રગ્રહણ ઉત્તર, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એશિયાના કેટલાક ભાગમાં દેખાશે.
વધુ વાંચો :
E-Vehicle પર સરકારનું ફોકસ! આવતા વર્ષથી સ્પેશિયલ કૉરિડોર પર દોડશો Electric વાહન
સમય- 30 નવેમ્બરે આ ચંદ્ર ગ્રહણની કુલ અવધિ 4 કલાક 21 મિનિટ છે. ચંદ્રમાનો થોડા સમય માટે ક્ષિતિજથી નીચે આવશે. એટલે આ ચંદ્ર ગ્રહણ ભારતના કેટલાક ભાગોમાં નજરે પડશે. પેનુમબ્રલ ચંદ્ર ગ્રહણ એટલે કે ચંદ્ર ગ્રહણ 2020 બપોરે 1:02ની આસપાસ થવાની આશા છે. અને 3:12 મિનિટે તેની ચરમ સીમા પર હશે. આ ખગોળીય ઘટના 5:23 વાગે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમે સમાપ્ત થશે.
ઉલ્લેખનીય છે કે ચંદ્ર ગ્રહણ એક છાયા ગ્રહણ છે. જ્યોતિષવિદોનું કહેવું છે કે આ ગ્રહણ પર સૂતક નહીં લાગે. માટે ભારતના લોકોને પરેશાન થવાની જરૂર નથી. Disclaimer - ઉપરોક્ત જાણકારી સામાન્ય સૂચના મુજબ આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતો. અને આ પણ અમલ કરતા પહેલા જાણકારોની સલાહ લેવી જરૂરી છે.
Published by:Chaitali Shukla
First published:November 26, 2020, 13:57 pm