કપડા ઉતારીને ગર્ભવતી મહિલાને માર્યો માર, વીડિયો થયો વાયરલ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: January 4, 2018, 5:51 PM IST
કપડા ઉતારીને ગર્ભવતી મહિલાને માર્યો માર, વીડિયો થયો વાયરલ

  • Share this:
ઈન્ટરનેટ પર દુ:ખી કરનાર વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ચીનનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વાયરલ વીડિયોમાં કેટલીક મહિલાઓ એક પ્રેગનેન્ટ મહિલાને ક્રૂરતાપૂર્વક માર મારી રહી છે. વીડિયોમાં પર્પલ કલરનો ડ્રેસ પહેરેલી મહિલા પોતે ગર્ભવતી હોવાનું કહીને પોતાને માર ન મારવાની વિનંતિ કરી છે, જોકે રડતી અને તેને માર ન મારવાની ભીખ માંગતી મહિલાની માર મારી રહેલ મહિલાઓ પર કોઈ જ અસર થતી નથી અને તેઓ માર મારવાનું ચાલું જ રાખે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, કેટલીક મહિલાઓ એકસાથે મળીને એક લાચાર મહિલાને માર મારી રહી છે.

જ્યારે એક મહિલા જ બીજી મહિલાની ઈજ્જત ઉતારે છે, ત્યારે ઘણા મોટા પ્રશ્ન ઉભા થાય છે. આ વીડિયોમાં માર મારતી મહિલાઓ હદ ત્યારે કરી નાંખી હતી, જ્યારે તેમને પિડીત મહિલાની પેન્ટ કાઢ્યા બાદ બ્રા-પેન્ટી કાઢીને તેને નગ્ન અવસ્થામાં લાવી દીધી હતી. વીડિયોમાં કેટલીક મહિલાઓ તે યુવતીના પ્રાઈવેટ પાર્ટ પર પણ માર મારતી નજરે પડી રહી છે.  આ દરમિયાન તે છોકરી સતત રડી રહી છે અને ચિસો પાડી રહી છે. જોર-જોરથી કહી રહી છે કે, હું પ્રેગ્નેન્ટ છું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર માર મારતી મહિલાઓમાંથી કોઈ એકના પતિ સાથે પીડિત યુવતીનો અફેર ચાલી રહ્યો હતો. આમ તો આ ઘટના કેટલાક મહિનાઓ જુની છે પરંતુ હાલમાં આ ઘટનાક્રમનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
First published: January 4, 2018, 5:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading