ધારાસભ્યની ઑફિસ પાસે જ ફાયરિંગ કરીને વેપારીને લૂંટ્યો, ઘટના CCTVમાં કેદ

ધારાસભ્યની ઑફિસ પાસે જ ફાયરિંગ કરીને વેપારીને લૂંટ્યો, ઘટના CCTVમાં કેદ
ચાર બદમાશોએ બંદૂકની અણીએ વેપારીને લૂંટી લીધો, ફરાર થતી વખતે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

ચાર બદમાશોએ બંદૂકની અણીએ વેપારીને લૂંટી લીધો, ફરાર થતી વખતે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

 • Share this:
  નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હી (Delhi)નો એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં બદમાશો ખુલ્લેઆમ ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party-AAP)ના ધારાસભ્યની ઑફિસની બહાર બદમાશોએ બે રાઉન્ડ ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. આ વીડિયો તિલક નગર (Tilak Nagar) વિસ્તારનો છે જ્યાં સોમવાર મોડી સાંજે લગભગ 8.50 વાગ્યે પોલીસ (Delhi Police)ને જાણકારી મળી કે બદમાશો બેગ લૂંટીને ફરાર થઈ ગયા. લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV)માં કેદ થઈ ગઈ છે.

  આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જરનૈલ સિંહ (Jarnail Singh)ની ઑફિસની સાથે જ મની એક્સચેન્જ (Money Exchange)ની ઑફિસ છે. આ વ્યકિત તે ઑફિસમાં જ કામ કરે છે. તે સોમવાર મોડી સાંજે એક બેગ હાથમાં લઈને પસાર જતો સીસીટીવીમાં જોવા મળે છે. તે બેગને કારની ડેકીમાં મૂકીને ડ્રાઇવર સીટ પર બેસવા જાય છે. ત્યારે જ એક પછી એક 4 બદમાશો પિસ્તોલ સાથે ત્યાં પહોંચી જાય છે.

  આ બદમાશો બળજબરીથી કારનો દરવાજો ખોલાવીને કારમાં બેઠેલા વ્યક્તિને પિસ્તોલ બતાવે છે અને તેની પાસેથી કારની ચાવી લઈને કારની ડેકી ખોલે છે. ત્યારબાદ બદમાશોએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ જાય છે.

  પોલીસે મની એક્સચેન્જરે જણાવ્યું કે કારમાં લેપટોપ હતું. હવે પોલીસ સીસીટીવી દ્વારા બદમાશોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ પોલીસને આશંકા છે કે કારમાં લેપટોપ નહીં પરંતુ રોકડ રકમ હતી. તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો,

  લસણ ચોરને ખેડૂતોએ નગ્ન કરીને ફટકાર્યો, વીડિયો થયો વાયરલ
  વ્હીલચેર પર બેઠેલા દિવ્યાંગને ચોર કહીને ક્રૂરતાથી માર્યો, વીડિયો વાયરલ
  Published by:Mrunal Bhojak
  First published:January 07, 2020, 12:44 pm