ઇન્દોરની હોટલ ધરાશયી થતાં 10નાં મોત, કેટલાય લોકો દબાયાની આશંકા

ઇન્દોરની હોટલ ધરાશયી થતાં 10નાં મોત, કેટલાય લોકો દબાયાની આશંકા

 • Share this:
  મધ્યપ્રદેશના ઇન્દોરમાં શનિવારના રોજ એક ચાર માળની હોટલ ધરાશાયી થઇ ગઇ. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોતના સમાચાર છે તો કેટલાંય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ કાટમાળમાં લગભગ 20થી વધુ દટાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

  જિલ્લા પ્રશાસન અને નગર નિગમની રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કાટમાળમાં દબાયેલા લોકોને બહાર લાવવામાં લાગી ગઇ છે. આ ઉપરાંત પોલીસ અને એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામમાં લાગી ગઈ છે. આ અકસ્માત સરવાતા બસ સ્ટેશનની પાસે થયો હતો.  ઘટનાના પ્રત્યક્ષદર્શીના મતે રાત્રે 9 વાગ્યે 30 મિનિટે આ ઘટના બની હતી. જ્યારે ચાર માળ અચાનક જ ધરાશાયી થઇ ગયા હતાં.  બાજુમાં એક મોટું બસ સ્ટેન્ડ અને આસપાસ ઘણી દુકાનો હોવાથી સ્થાનિકોની ભારે ભીડ જામી હતી. જે ભીડના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવતી હોવાના કારણે પોલીસે પહેલા આ ભીડને દૂર કરવી પડી.  પોલીસના મતે હજુ એ ખબર પડી નથી કે આ અકસ્માત વખતે હોટલમાં કેટલાં લોકો હાજર હતા.

  મધ્યપ્રદેશના મુખ્યમંતી શિવરાજ સિંહ ચૌહાણે મૃતકોને બે લાખ અને ઈજાગ્રસ્તોને 50000 રૂપિયા આપવાની જાહેરાત કરી.

  First published:April 01, 2018, 08:28 am