ઈરાકમાં અમેરિકાના એરબેઝ પર હુમલો, 4 ઈરાકી સૈનિક ઘાયલ

News18 Gujarati
Updated: January 12, 2020, 10:49 PM IST
ઈરાકમાં અમેરિકાના એરબેઝ પર હુમલો, 4 ઈરાકી સૈનિક ઘાયલ
ઈરાકમાં અમેર્કાના એરબેઝ પર ચાર રોકેટ ફાયર કરાયા

આ મોર્ટાર બોમ્બ એરબેઝના રન વે પર પડ્યા, જે બગદાદથી 80 કિમી ઉત્તરમાં સ્થિત છે.

  • Share this:
ઈરાકમાં અમેરિકાના સૈન્ય ઠેકાણા પર 4 રોકેટ ફોડવામાં આવ્યા, સૈન્ય સૂત્રોએ આ મુદ્દે જાણકારી આપી. આ હુમલામાં ચાર ઈરાકી સૈનિક ઘાયલ થયા છે. સેનાના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, આ મોર્ટાર બોમ્બ એરબેઝના રન વે પર પડ્યા, જે બગદાદથી 80 કિમી ઉત્તરમાં સ્થિત છે.

આ હુમલો ઈરાકના નિવર્તમાન પ્રધાનમંત્રી અદેલ અબ્દેલ મહદીના સંયુક્ત રાજ્ય અમેરિકાના બગદાદમાં એક પ્રતિનિધિમંડળ મોકલી પોતાની સેનાને પાછી બોલાવવાની જાહેરાતના ત્રણ દિવસ બાદ થયો છે. મહદીએ કહ્યું હતું કે, અમેરિકા પાસે પોતાના સૈનિકોને પાછા બોલાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. મહદીએ નવેમ્બરમાં સરકાર વિરોધી પ્રદર્શનો બાદ રાજીનામું આપી દીધુ હતું. તેમણે કહ્યું કે, ઈરાક ઈચ્છે છે કે, અમેરિકા અહીંથી પોતાના સૈનિકો હટાવી દે જેથી ભવિષ્યમાં સ્થિતિ વધુ ખરાબ ન થાય. કેમ કે, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે.

અમેરિકાએ એક હવાઈ હુમલામાં ઈરાનના એક ઉચ્ચ જનરલ કાસિમ સુલેમાનીના મોતના થોડા દિવસ બાદ તેમની આ ટીપ્પણી આવી હતી.

બગદાદમાં આંતરરાષ્ટ્રીય હવાઈઅડ્ડા પર પહોંચ્યાના થોડા સમય બાદ જનરલને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં ઈરાન સમર્થિત મલેશિયાના એક ઈરાકી કમાન્ડર અબુ મહદી-અલ મુહંદિસનું પણ મોત થઈ ગયું હતું.
First published: January 12, 2020, 10:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading