હિન્દુવાદી નેતા રંજીત બચ્ચન હત્યાકાંડ : ચાર પોલીસકર્મી સસ્પેન્ડ, મોબાઇલ ખોલશે અનેક રહસ્ય

News18 Gujarati
Updated: February 2, 2020, 1:11 PM IST
હિન્દુવાદી નેતા રંજીત બચ્ચન હત્યાકાંડ : ચાર પોલીસકર્મી સસ્પેન્ડ, મોબાઇલ ખોલશે અનેક રહસ્ય
રંજીત બચ્ચન (ફાઇલ તસવીર)

રંજીતના મિત્રના કહેવા પ્રમાણે ગોરખપુર હિન્દુ મહાસભાના અધ્યક્ષ રંજીત બચ્ચનને તેની પ્રથમ પત્ની કાલિન્દી નિર્મલ શર્મા સાથે વિવાદ ચાલતો હતો.

  • Share this:
લખનઉ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં રવિવારે સવારે વિશ્વ હિન્દુ સહાસભાના અધ્યક્ષ રંજીત બચ્ચન (Ranjeet Bachchan)ની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. હત્યા લખનઉના પૉશ વિસ્તાર હઝરતગંજમાં થઈ છે. લખનઉ એડિશનલ પોલીસ કમિશનર નવીન અરોરાએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી રંજીત બચ્ચનના બે મોબાઇલ ફોન મળી આવ્યા છે. સાઇબર સેલ ટીમ એક મોબાઇલનો ડેટા તપાસી રહી છે. જ્યારે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.

પ્રથમ પત્ની સાથે વિવાદ

ફાયરિંગમાં ઘાયલ થયેલા માસીયાઈ ભાઈ સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે. જેમણે જણાવ્યું કે, ગોરખપુર હિન્દુ મહાસભાના અધ્યક્ષ રંજીત બચ્ચનને તેની પ્રથમ પત્ની કાલિન્દી નિર્મલ શર્મા સાથે વિવાદ ચાલતો હતો. એડિશનલ પોલીસ કમિશનર નવીન અરોરાના જણાવ્યા પ્રમાણે આઠ ટીમો કામે લાગી છે. જ્યારે રંજીત બચ્ચન સામે ગોરખપુર જિલ્લામાં એફઆઈઆર પણ દાખલ થયેલી છે.

ચાર પોલીસકર્મી સસ્પેન્ડ

નવીન અરોરાએ જણાવ્યું કે હિન્દુવાદી નેતા રંજીત બચ્ચનની હત્યા માટે બદમાશોએ મુંગેરમાં બનેલી .32 બોરની પિસ્ટલનો ઉપયોગ કર્યો હતો. ઘટના પછી લખનઉ પોલીસ કમિશનર સુજીત પાંડેયએ ચાર પોલીસ કર્મચારીઓને બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે.

માસીયાઈ ભાઈ ઘાયલઘટના સવારે છ વાગ્યાની બતાવવામાં આવી રહી છે. રંજીત બચ્ચન તેના માસીયાઈ ભાઈ આદિત્ય શ્રીવાસ્તવ સાથે મૉર્નિંગ વૉક પર નીકળ્યા હતા. હાલ આદિત્યની ટ્રોમા સેન્ટર ખાતે સારવાર ચાલી રહી છે.

રંજીત બચ્ચનની ગોળી મારીને હત્યા. (લખનઉ કમિશનર સુજીત પાંડેય)
મોબાઇલ સ્નેચિંગમાં ગોળી મારી

હત્યાંકાડ મામલે તપાસ કરી રહેલી પોલીસ મોબાઇલ સ્નેચિંગની થીયરી પર પણ કામ કરી રહી છે. એડિશનલ કમિશનર નવીન અરોરાએ જણાવ્યું કે હુમલાખોરોએ રંજીત બચ્ચનના માસીયાઈ ભાઈનો મોબાઇલ છીનવી લીધો હતો. જે બાદમાં ગોળી મારી હતી, જેમાં રંજીત બચ્ચનનું મોત થયું હતું. એક ગોળી આશિષના હાથમાં લાગી હતી.

સપા સાથે જોડાયેલા છે રંજીત બચ્ચન

રંજીત બચ્ચન સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા હતા. તેઓ સપા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરતા હતા. આ જ કારણે તેમને હઝરતગંજના પૉશ ઓસીઆર બિલ્ડિંગમાં ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો. તેમણે બે લગ્ન કર્યા હતા. પ્રથમ પત્ની સાથે તેમના છૂટાછેડા થઈ ગયા હતા. આ મામલે રંજીત બચ્ચન વિરુદ્ધ ગોરખપુરમાં ફરિયાદ પણ નોંધાયેલી છે. આ કેસમાં પોલીસ દરેક પાસાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.

સમાજવાદી પાર્ટીએ હત્યાકાંડ અંગે યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સમાજવાદી પાર્ટીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે ધોળા દિવસે થયેલી હત્યાથી લોકોમાં ભય છે. ઉત્તર પ્રદેશમાં સરકાર અને પોલીસનો વૈભવ ખતમ થઈ ગયો છે. સરકારે રાજીનામું આપી દેવું જોઈએ.
Published by: Vinod Zankhaliya
First published: February 2, 2020, 1:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading