રાંચી : ઝારખંડ (Jharkhand)માં વિધાનસભા ચૂંટણી પહેલા નક્સલીઓએ આતંક ફેલાવ્યો છે. લાતેહાર જિલ્લાના ચંદવા પોલીસ સ્ટેશનની હદમાં શુક્રવારે નક્સલીઓએ સરકારી કારમાં સવાર ટીમ પર હુમલો (Naxal Attack) કરી દીધો. આ નક્સલી હુમલામાં એક એએસઆઈ સહિત ચાર જવાન શહીદ થઈ ગયા. ઉલ્લેખનીય છે કે, 30 નવેમ્બરે રાજ્યમાં પ્રથમ ચરણ માટે મતદાન થવાનું છે.
મળતી જાણકારી મુજબ, નક્સલીઓએ ઘાત લગાવીને પીસીઆર વાનને નિશાન બનાવી. આ હુમલો ચંદવા પોલીસ સ્ટેશનની થોડીક જ દૂર થયો છે. આ નક્સલી હુમલામાં શહીદ પોલીસકર્મીઓની ઓળખ એએસઆઈ સુકરા ઉરાંથ અને હોમગાર્ડ જવાનો સિકંદર સિંહ, જમુના પ્રસાદ અને શંભૂ પ્રસાદ તરીકે થઈ છે.
મુખ્યમંત્રી રઘુવર દાસે શોક વ્યક્ત કર્યો
આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યુ કે, સમગ્ર દેશ શહીદના પરિવારની સાથે ઊભો છે. મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યુ કે, લાતેહારમાં વીર જવાનો પર કરવામાં આવેલો હુમલો કાયરતા છે. આ હુમલાની અમે આકરી ટીકા કરીએ છીએ. આપણા બહાદુર સુરક્ષાકર્મીઓનું બલિદાન વ્યર્થ નહીં જવા દઈએ. સમગ્ર ઝારખંડ અને દેશ બહાદુર શહીદોના પરિવારની સાથે ખભેથી ખભા મેળવીને ઊભો છે.
જૂનમાં સરાયકેલા-ખરસાવામાં થયેલા નક્સલી હુમલામાં 5 પોલીસકર્મી શહીદ થયા હતા
આ પહેલા જૂનમાં ઝારખંડના સરાયકેલા-ખરસાવાંમાં નક્સલી હુમલો થયો હતો, જેમાં પાંચ પોલીસકર્મી શહીદ થયા હતા. સાપ્તાહિક હાટમાં નક્સલીઓએ પેટ્રોલિંગ ટીમ પર હુમલો કરી દીધો, જેમાં જિલ્લા પોલીસ દળના પાંચ જવાન શહીદ થઈ ગયા.
આ પણ વાંચો,
ટ્રેનના ટૉયલેટમાં યુવકની લાશ જોતાં સફાઈ કર્મચારી ચોંકી ગયો!
બે ફુટના ઠિંગુજીને મળી 6 ફુટની સુંદર દુલ્હન, લગ્નના ડાન્સનો વીડિયો વાયરલ!
Published by:Mrunal Bhojak
First published:November 23, 2019, 07:33 am