'સૉરી ભાઈ, અમે કડકા થયા છીએ,' લૂંટારુંઓએ 2,000 રૂ. લૂંટ ચલાવી, જતા પહેલા 1,200 પરત આપ્યા

News18 Gujarati
Updated: May 23, 2020, 1:05 PM IST
'સૉરી ભાઈ, અમે કડકા થયા છીએ,' લૂંટારુંઓએ 2,000 રૂ. લૂંટ ચલાવી, જતા પહેલા 1,200 પરત આપ્યા
ન્યૂઝ18 ક્રિએટિવ.

સાઇકલ પર વતન જતા ચાર મજૂરોને લૂટારુંઓએ લૂંટી લીધા, જતા પહેલા માફી માંગી અને 1,200 રૂપિયા પરત આપ્યા.

  • Share this:
રામગઢ (ઝારખંડ) : કોરોના વાયરસને કારણે ચાલી રહેલા લૉકડાઉનમાં લૂંટારુંઓ પણ દયા દાખવી રહ્યા છે. ઝારખંડના રામગઢમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. છપરાથી લોહરદગા જઈ રહેલા ચાર મજૂરો પાસેથી રસ્તામાં લૂંટારુંઓએ બે હજાર રૂપિયા લૂંટી લીધા હતા. જોકે, જતા પહેલા લૂંટારુઓએ ચારેયની માફી માંગી હતી અને કહ્યું હતું કે તેઓ ખૂબ જ આર્થિક નાણાકીય તંગીનો સામનો કરી રહ્યા છે. આ ઘટના કુજૂ પોલીસસ્ટેશનની હદમાં શુક્રવારે રાત્રે બન્યો હતો.

પહેલા થપ્પડ મારીને પૈસા લૂંટી લીધા, બાદમાં રૂપિયા પરત આપ્યા

હકીકતમાં લોહરદગામાં રહેતા સ્ટીફન મુર્મૂ, જેવિયર, સંજય સાવ અને અલોક ચૌરસિયાએ જણાવ્યું કે તે લોકો છપરામાં રેલવેના તાર પાથરવાનું કામ કરે છે. પરંતુ લૉકડાઉનને કારણે કામ બંધ થઈ ગયું છે. જે બાદમાં ચારેય સાઇકલ પર છપરાના લોહરદગા જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં એક બાઇક પર આવેલા ત્રણ લોકોએ તેમના રોક્યા હતા અને થપ્પડ મારીને પૈસા આપી દેવા માટે કહ્યું હતું. મજૂરોના જણાવ્યા પ્રમાણે તેમણે ડરના માર્યા બે હજાર રૂપિયા લૂંટારુંઓને આપી દીધા હતા. જોકે, લૂંટારુંઓએ તેમાંથી 800 રૂપિયા રાખીને 1,200 રૂપિયા પરત આપી દીધા હતા.

આ પણ વાંચો : Google Mapsને કારણે વ્યક્તિની જિંદગી બરબાદ, પત્ની કરે છે શંકા!

જતા પહેલા માફી માંગી

બાઇક ચાલુ કરીને ભાગતા પહેલા બદમાશોએ 'સૉરી ભાઈ, લૉકડાઉનને કારણે અમે પણ કડકા થઈ ગયા છીએ' કહ્યું હતું. ચારેય મજૂરોએ કુજૂ શ્રીરામ ચોક સ્થિત મહતો માર્કેટમાં આખી રાત રહ્યા હતા. એ લોકોમાંથી એકની સાઇકલ પંક્ચર થઈ ગઈ હતી. આથી તમામ લોકોએ સાઇકલ સરખી કરાવવા માટે ચારેયએ દુકાન ખુલવાની રાહ જોઈ હતી. પોલીસના કહેવા પ્રમાણે મજૂરો તરફથી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. - જયંત કુમારનો રિપોર્ટ
First published: May 23, 2020, 1:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading