દર્દનાક અકસ્માત! હાઈવે ઉપર ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ પીકઅપ જીપ, એક જ પરિવારના ચાર સભ્યોના મોત

ઘટના સ્થળની તસવીર

ઠંડી હવાના કારણે સંદીપને ઝપકી આવી ગઈ હતી. જેના કારણે જીપ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. અને રોડ ઉપર ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર ટકરાઈ હતી.

  • Share this:
    સંતકબીરનગરઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સંતકબીરનગરમાં રવિવારે સવારે ગોરખપુર-લખનૌ રાષ્ટ્રીય રાજમાર્ગ (Gorakhpur-Lucknow National Highway) ઉપર ડીઘા પાસે ઊભેલી ટ્રક (Jeep truck accident) પાછળ ધડાકાભેર એક પીકઅપ જીપ ટકરાઈ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયંકર અકસ્માતમાં પીકઅપ જીપમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે કમકમાટી ભર્યાં મોત નીપજ્યા હતા. જીપ ચાલક ઈજાગ્રસ્ત થતાં તેને જીલ્લા હોસ્પિટલમાં (Jilla Hospital) દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટ માટે મોકલી આપ્યા હતા.

    મળતી માહિતી પ્રમાણે દેવરિયા જિલ્લાના રુદ્રપુર પોલીસ સ્ટેશનના માંગા કોડર ગામના રહેવાશી સંદીપ પંજાબના લુધિયાણામાં કામ કરતા હતા. તેઓ અહીં પત્ની, બાળકો અને અન્ય લોકો સાથે રહેતા હતા.

    લોકડાઉનમાં આજીવિકાને અસર પડતા તેઓ પોતાના પીકઅપમાં પુત્ર અમન અને અભિમન્યુ અને પત્ની ગુડિયા ઉપરાંત સાસું તારા દેવી સાતે પોતાના ગામ જતા હતા. પીકઅપ સ્વયં સંદીપ ચલાવી રહ્યા હતા. તેઓ રવિવારે સવારે આશરે સાડા પાંચ વાગ્યે ગોરખપુર-લખનૌ રાષ્ટ્રીય રાજમાર્ગના ડીઘા પાસે પહોંચ્યા હતા.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ માથાભારે ધનરાજ બેડલાનો છરી સાથે લુખ્ખાગીરીનો live Video, પોતાની દરેક કારમાં લગાવે છે પોલીસની પ્લેટ

    આ પણ વાંચોઃ-નવસારીઃ ભયંકર અકસ્માતનો live video, નેશનલ હાઇવે નં.48 પર ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો ટેમ્પો, મહિલાનું મોત

    આ પણ વાંચોઃ-નવસારીઃ દાદાગીરીનો live video, 'ભીખારી..કાચના રૂ.300 આપ નહીં તો..', ખુલ્લી તલવાર બતાવી ટ્રક ડ્રાઈવરની પોલીસને ધમકી

    આ પણ વાંચોઃ-સુરતઃ એક્ટર બનવા મુંબઈ ગયેલા પતિએ સસરા પાસે લીધા ઉધાર પૈસા, સસરાએ પુત્રવધૂ પાસે આવી રીતે વસૂલ્યા પૈસા

    ત્યારે ઠંડી હવાના કારણે સંદીપને ઝપકી આવી ગઈ હતી. જેના કારણે જીપ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. અને રોડ ઉપર ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર ટકરાઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં પીકઅપ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી.



    અકસ્માતમાં પુત્ર અમન, અભિમન્યુ અને પત્ની ગુડિયા સહિત સાસુ તારા દેવીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પીકઅપ ચાલક સંદીપ ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે જીલ્લા હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પરિવારના ચાર સભ્યોના મોતના સમાચાર જાણીને સંબંધીઓમાં કોહરામ મચી ગયો હતો.
    Published by:ankit patel
    First published: