દિગ્વંત મુખ્યમંત્રી જે જયલલિતા (J Jayalalithaa)ના તમિલનાડુના ચેન્નઇ સ્થિત પોઇસ ગાર્ડન સ્થિત મકાનમાં તેની ચલ અને અચલ સંપત્તિની સૂચીમાં અન્ય સામાન સિવાય લગભગ 4 કિલોગ્રામ સોનું, 601 કિલોગ્રામ ચાંદી, 8,300 થી વધુ પુસ્તકો, 10.438 વસ્ત્ર સામગ્રી અને અન્ય કપડા અને પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતો સામાન મળ્યો. ડિસેમ્બર 2016માં પોતાના નિધન પહેલા અન્નાદ્રમુકના દિગંવત સુપ્રીમોના ત્રણ માળના મકાન વેદ નિલયમમાં રહેતી હતી. અને રાજ્ય સરકારે 2017માં તેમની પૉશ સંપત્તિને સ્મારકમાં બદલવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે આ ચલ-અચલ સંપત્તિઓને ડૉ જે જયલલિતા મેમોરિયલ ફાઇન્ડેશનમાં સ્થળાતરિત કરી દીધી.
જેનું ગઠન વેદ નિલયમ સ્મારકમાં બદલવા માટે કરવામાં આવ્યું હતું. જેના અધ્યક્ષ મુખ્યમંત્રી કે પલાનીસ્વામી કરશે. રાજ્ય સરકાર દ્વારા મેમાં જાહેર કરવામાં આવેલી જયલલિતાની સંપત્તિની સૂચીમાં જયલલિતાના બંગલામાં આવેવા બે આંબાના, એક ફણસ અને પાંચ નારિયેળના પાંચ કેળાના ઝાડ પર સામેલ છે.
કુલ ચલ સંપત્તિની સંખ્યાં 32,721 છે. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે મેમાં અધ્યાદેશ જાહેર કર્યો જેમાં જયલલિતાના મકાન પર અસ્થાઇ કબ્જો કરીને તેને સ્મારકમાં બદલવામાં આવે છે. આ આદેશમાં કહેવામાં આવ્યું કે વેદ નિલયમની ઇમારમમાં જે ફર્નીચર, પુસ્તક, ઘરેણાં જેવી સંપત્તિને તેને લઇને ત્રણ વર્ષથી પણ વધુ સમયથી ચર્ચા ચાલી રહી છે. આ પહેલા રાજ્ય સરકારે 25 જુલાઇએ વેદ નિલયમ પર અધિગ્રહણ કરવા મામલે શહેરની સિવિલ કોર્ટમાં 67.9 કરોડ રૂપિયા જમા કરાવ્યા.
" isDesktop="true" id="1004457" >
આ રકમથી 36.9 કરોડ રૂપિયાથી આયકર અને સંપત્તિ કરના બાકીના નાણાં ચૂકવવામાં આવ્યા. આ રાશિ જયલલિતાએ કથિત રીતે આયકર વિભાગને આપવાની હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર