Home /News /national-international /Jammu Kashmir: પુલવામામાં જૈશના 4 સહયોગીઓની ધરપકડ, આતંકવાદીઓને કરતા હતા મદદ

Jammu Kashmir: પુલવામામાં જૈશના 4 સહયોગીઓની ધરપકડ, આતંકવાદીઓને કરતા હતા મદદ

સુરક્ષા દળોએ ઘાટીમાં આતંક વિરૂદ્ધ તેમનું ઓપરેશન વધુ તીવ્ર બનાવ્યું છે. (ફાઇલ ફોટો)

Encounter In Jammu Kashmir: પોલીસે રવિવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકો રાજ્યમાં આતંક ફેલાવવા માટે આતંકવાદીઓને વાહનો સહિત અન્ય સુવિધાઓ પૂરી પાડતા હતા. પોલીસ ચારેય શખ્સોની પૂછપરછ કરી રહી છે.

    જમ્મુ-કાશ્મીર પોલીસે (Jammu Kashmir Police) પુલવામા જિલ્લા (Pulwama Distirct)માંથી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ( jaish e mohammed)ના ચાર સહયોગીઓની ધરપકડ કરી છે. પોલીસે રવિવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકો રાજ્યમાં આતંક ફેલાવવા માટે આતંકવાદીઓને વાહનો સહિત અન્ય સુવિધાઓ પૂરી પાડતા હતા. પોલીસ ચારેય શખ્સોની પૂછપરછ કરી રહી છે.

    જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવા માટે આ દિવસોમાં રાજ્ય પોલીસ અને ભારતીય સેના સાથે મળીને કામ કરી રહી છે. આ પહેલા 12 માર્ચે સુરક્ષા દળોએ કાશ્મીરમાં અલગ-અલગ ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જ્યારે આ કાર્યવાહીમાં એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો હતો.

    આ બાબતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ એન્કાઉન્ટર કાશ્મીર ઘાટીના પુલવામા, ગાંદરબલ અને કુપવાડા જિલ્લામાં થયું હતું. તેમણે કહ્યું કે દક્ષિણ કાશ્મીરના પુલવામાના ચેવકલાન વિસ્તારમાં રાતોરાત અથડામણમાં જૈશ-એ-મોહમ્મદ (જીઈએમ)ના બે આતંકવાદીઓ અને એક પાકિસ્તાની નાગરિક માર્યા ગયા.



    કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે ટ્વીટ કર્યું, "પુલવામા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદીની ઓળખ JeM કમાન્ડર કમલભાઈ 'જટ્ટ' તરીકે થઈ છે. તે 2018 થી પુલવામા-શોપિયન વિસ્તારમાં સક્રિય હતો અને અનેક આતંકવાદી ગુનાઓ અને નાગરિક અત્યાચારોમાં સામેલ હતો.

    આ પણ વાંચો- Ukraine-Russia War: રશિયાએ લવિવ શહેર નજીક કર્યો ભયાનક હવાઇ હુમલો, 35 લોકોના મોત

    અધિકારીએ જણાવ્યું કે શનિવારે વહેલી સવારે મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સેરાચ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે વધુ એક અથડામણ થઈ હતી. તેમણે કહ્યું કે ફાયરિંગમાં લશ્કર-એ-તૈયબા (LeT)નો એક આતંકવાદી માર્યો ગયો છે. ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડાના નેચમા રાજવાર વિસ્તારમાં સવારે વધુ એક અથડામણ થઈ હતી, જેમાં લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો હતો, એમ તેમણે જણાવ્યું હતું.

    કુમારે કહ્યું કે સુરક્ષા દળોએ ચાર-પાંચ સ્થળોએ આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું છે. તેમણે ટ્વીટ કર્યું, “અમે ગઈકાલે રાત્રે 4-5 જગ્યાએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. અત્યાર સુધીમાં હંદવાડા અને પુલવામામાં એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની સહિત બે JeM આતંકવાદીઓ પુલવામા, ગાંદરબલ અને હંદવાડામાં લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી માર્યા ગયા છે.

    આ પણ વાંચો- હિમાલયની કડકડતી ઠંડીમાં કબડ્ડી રમતા ITBP જવાનો, વીડિયો થયો વાયરલ, લોકોએ પૂછ્યું-'HOWS THE JOSH'

    અગાઉ 9 માર્ચે પોલીસે બારામુલ્લા અને પુલવામા જિલ્લામાં લશ્કર-એ-તૈયબા (LeT)ના ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સૂચનાના આધારે કાર્યવાહી કરીને સુરક્ષા દળોએ સોપોરના રફિયાબાદના નદીહાલ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, ત્યારબાદ પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીના એક સહયોગીની ધરપકડ કરવામાં આવી હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Jammu and kashamir, Jammu Kashmir, Jammu Kashmir News, જમ્મુ-કાશ્મીર Jammu-kashmir

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन