Home /News /national-international /ચા પીવાથી બે સગા ભાઈ સહિત ચારના મોત, ભાઈબીજે મહિલાએ કરેલી ભૂલ પરિવારને ભારે પડી

ચા પીવાથી બે સગા ભાઈ સહિત ચારના મોત, ભાઈબીજે મહિલાએ કરેલી ભૂલ પરિવારને ભારે પડી

ઉત્તરપ્રદેશના મૈનપુરમાં ભાઈબીજના દિવસે જ એક ઘરમાં શોકનો માહોલ છે.

ઉત્તરપ્રદેશના મૈનપુરમાં ભાઈબીજના દિવસે જ એક ઘરમાં શોકનો માહોલ છે. ઘરમાં જ બનેલી ચા પીવાથી બે સગા ભાઈઓ સહિત ચારના મૃત્યુ થયા છે. સાથે જ ઝેરીલી ચા પીવાથી એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે. આ અંગેની માહિતી મળ્યા પછી ઔંછા પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

વધુ જુઓ ...
મૈનપુરઃ ઉત્તરપ્રદેશના મૈનપુરમાં ભાઈબીજના દિવસે જ એક ઘરમાં શોકનો માહોલ છે. ઘરમાં જ બનેલી ચા પીવાથી બે સગા ભાઈઓ સહિત ચારના મૃત્યુ થયા છે. સાથે જ ઝેરીલી ચા પીવાથી એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે. આ અંગેની માહિતી મળ્યા પછી ઔંછા પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

નગલા કન્હાઈના એક ઘરમાં બની  દુર્ઘટના

નગલા કન્હાઈના એક ઘરમાં બનેલી ચા પીવાથી બે નાના બાળકો સહિત ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એકની સ્થિતિ ગંભીર છે. તેને સૈફઈ રિફર કરવામાં આવી છે. ગામ નગલા કન્હાઈમાં શિવનંદના ઘરે ગુરુવારે સવારે ભાઈબીજની તૈયારી ચાલી રહી હતી. ફિરોજાબાદના રહેવાસી સસરા રવિન્દ્ર સિંહ ઘરે આવ્યા હતા.

ચા પીતા જ રવિન્દ્ર સિંહ સૌથી પહેલા બેભાન થઈ પડ્યા

તમામ લોકો ચા પીવા માટે બેઠા હતા. ચા પીધા પછી રવિન્દ્ર સિંહની અચાનક જ તબિયત ખરાબ થઈ ગઈ હતી. તે બેભાઈન થઈને પડી ગયા હતા. પરિવારના સભ્યો હજી તો તેમને સંભાળે એ પહેલા જ શિવનંદના છ વર્ષીય પુત્ર શિવાંગ અને પાંચ વર્ષીય પુત્ર દિવ્યાંશની સ્થિતિ પણ બગડી અને પરિવારના સભ્યો ત્રણેને લઈને હોસ્પિટલમાં પહોંચી ગયા હતા.

આ પણ વાંચોઃ પીઓ બેવફા ચા, પ્રેમમાં વિશ્વાતઘાત મળેલા લોકોને ફ્રીમાં ચા

ત્રણ વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યા

અહીં ડોક્ટરોએ રવિન્દ્ર સિંહ, શિવાંગ અને દિવ્યાંશને મૃત જાહેર કર્યા છે. શિવનંદન અને સોબરન સિંહની ગંભીર સ્થિતિને જોતા તેમને સૈફઈ રેફર કરવામાં આવ્યા છે. સારવાર દરમિયાન સોબરનનું પણ મૃત્યું થયું છે. મોતના સમાચાર મળતા જ પરિવારમાં શોક છે. ચામાં ચા પત્તી નાખવાની જગ્યાએ ઘરમાં મુકવામાં આવેલી કીટનાશક દવા નાખી દેતા આ ઘટના બની હોવાની વાત હાલ ચર્ચાઈ રહી છે.
First published:

Tags: Accident News, Accidentdeath, TEA