લપાઇગુડી : પશ્ચિમ બંગાળના (West Bengal)કૂચ બિહારમાં (Cooch Behar) રહેનાર એક વ્યક્તિએ આત્મહત્યા (suicide)કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પછી તેને હોસ્પિટલમાં (hospital)દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સ્થિતિમાં સુધાર થઇ રહ્યો છે. તેણે પોતાના પ્રેમ સંબંધો ખુલી જવાના કારણે તણાવમાં આવીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. સુભામય કર નામનો વ્યક્તિ મોજ મસ્તીભર્યું જીવન પસાર કરતો હતો. તેણે એક જ સાથે ચાર યુવતીઓ સાથે મિત્રતા કરી હતી. જોકે જ્યારે ચારેયને એકબીજા વિશે ખબર પડી તો બધી એક સાથે સુભામયના ઘરે પહોંચી હતી અને યુવક પર દગો આપવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના પછી યુવકે સુસાઇડ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ ઘટના કૂચ બિહારના માથાબંગાના જોરપટકી ગામમાં બની છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે કાલી પૂજાના બે દિવસ પછી સુભામય કર પોતાની નોકરી પર જવા માટે ઘરેથી નીકળી રહ્યો હતો. તે એક મેડિકલ સ્ટોર પર સેલ્સમેન છે. જોકે તે પહેલા તેની ચારેય ગર્લફ્રેન્ડ એકસાથે તેના ઘરે આવી પહોંચી હતી. આ બધા બધા વચ્ચે રકઝક થઇ હતી. જેનાથી પરેશાન બનીને સુભામય પોતાના રૂમમાં ગયો અને ઝેર ખાઇ લીધું હતું. તેના કારણે તેની સ્થિતિ ખરાબ થઈ હતી.
તેની ખરાબ હાલત જોઈને પડોશીઓએ તેને માથાબંગા હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જ્યાંથી કૂચ બિહાર જિલ્લા હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. તેણે એ પણ જાણકારી આપી કે ગર્લફ્રેન્ડ્સે તેની સામે કોઇ ફરિયાદ નોંધાવી નથી.
સુભામયે આ મામલામાં કશું પણ બોલવાનો ઇન્કાર કરી દીધો છે. જોકે હોસ્પિટલમાં સૂત્રોનું કહેવું છે કે હવે તેની હાલત ખતરામાંથી બહાર છે. જોકે ડોક્ટર નજર રાખી રહ્યા છે.
બોયફ્રેન્ડ સાથે આવી યુવતી, પાર્કિગમાં રહેલી સ્કુટી ચોરીને પાંચ મિનિટમાં ફરાર
મધ્ય પ્રદેશના (madhya pradesh)ઇન્દોરમાં એક લેડી ચોર જોવા મળી છે. એક યુવતી સ્કુટીની ચોરી કરતા જોવા મળે છે. યુવતી સાથે તેનો સાથી પણ છે. ચોરીની ઘટનાની તસવીરો કોલોનીના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે. પોલીસ હવે તેના આધારે ચોરને શોધી રહી છે. સાંભળવામાં ભલે અજીબ લાગે પણ ઇન્દોરમાં હવે લેડી ચોર સક્રિય થઇ ગઈ છે. તે આરામથી સ્કુટી ચોરી કરી રહી છે. આ ઘટના હીરા નગર થાના ક્ષેત્રની છે. ઇન્દોરમાં કોઇ યુવતીએ સ્કુટીની ચોરી કરી હોય તેવી પ્રથમ ઘટના પકડમાં આવી છે. આ ઘટના હીરાનગર થાના ક્ષેત્રના ભોલેનાથ કોલોનીની છે. ત્યાં રહેતા રવિ પ્રજાપતની સ્કુટીની ચોરી થઇ છે. સોમવારે સવારે ઉઠ્યો તો સ્કુટી ગાયબ હતી. તેણે તાત્કાલિક કોલોનીમાં લાગેલા સીસીટીવી જોયા હતા. જે જોઇને ચકિત રહી ગયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર