આસામ: તિનસુકીયામાં આતંકી હુમલો, પાંચના મોત, બેની હાલત ગંભીર

આતંકીઓએ પહેલા લોકોને ઘરની બહાર કાઢ્યા, ત્યારબાદ બધાને લાઈનમાં ઉભા રાખ્યા, અને પછી લોકોના મોતનો આનંદ લેવા તેમના પર ગોળીઓ ચલાવી.

આતંકીઓએ પહેલા લોકોને ઘરની બહાર કાઢ્યા, ત્યારબાદ બધાને લાઈનમાં ઉભા રાખ્યા, અને પછી લોકોના મોતનો આનંદ લેવા તેમના પર ગોળીઓ ચલાવી.

 • Share this:
  આસામના તિનસુકીયા જીલ્લામાં ચાર બંગાળી મૂળના લોકોને ઘરની બહાર કાઢી ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનામાં બે લોકોને ગંભીર ઈજા પણ થઈ છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, આસામના તિનસુકીયામાં મોડી સાંજે આતંકી હુમલો થયો છે. જેમાં આતંકીઓએ બંગાળી મૂળના લોકોને નિશાન બનાવ્યા છે. આતંકીઓએ લોકોને ઘરની બહાર કાઢી તેમની પર અંધાધૂંધ ગોળીઓ ચલાવી છે. મળતી જાણકારી અનુસાર, આ હુમલો આતંકી સંગઠન ઉલ્ફા(આઈ) તરફથી કરવામાં આવ્યો છે.

  સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તનિસુકીયા જીલ્લામાં બંગાળી મૂળના પાંચ લોકોની ગોળી મારી નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, આ હુમલો આતંકી સંગઠન ઉલ્ફાએ કર્યો, જેમાં આતંકીઓએ પહેલા લોકોને ઘરની બહાર કાઢ્યા, ત્યારબાદ બધાને લાઈનમાં ઉભા રાખ્યા, અને પછી લોકોના મોતનો આનંદ લેવા તેમના પર ગોળીઓ ચલાવી. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.

  ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હાલમાં લોકોની પૂછપરછ કીર વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:kiran mehta
  First published: