Home /News /national-international /Bomb blast on school: પશ્ચિમ બંગાળની સ્કૂલના છત પર બોમ્બ વિસ્ફોટ, અત્યાર સુધીમાં 4ની ધરપકડ; 10 દેશી બોમ્બ જપ્ત

Bomb blast on school: પશ્ચિમ બંગાળની સ્કૂલના છત પર બોમ્બ વિસ્ફોટ, અત્યાર સુધીમાં 4ની ધરપકડ; 10 દેશી બોમ્બ જપ્ત

પશ્ચિમ બંગાળની એક શાળાના ધાબે દેશી બોમ્બ બ્લાસ્ટ થયો હતો.

Bomb blast on school: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના ટીટાગઢ વિસ્તારમાં એક સ્કૂલમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. બૈરકપુર પોલીસના એક અધિકારીએ આ મામલે જણાવ્યુ છે કે, ‘18-19 વર્ષની ઉંમરના આરોપીઓને અડધી રાતે અંદાજે કમરહાટી અને ટીટાગઢ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા છે. એક આરોપીના ઘરેથી 10 દેસી બોમ્બ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે બીજેપી અને ટીએમસી નેતા આમનેસામને આવી ગયા છે.

વધુ જુઓ ...
    કોલકાતાઃ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પગરણા જિલ્લાના ટીટાગઢ વિસ્તારમાં એક સ્કૂલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ મામલે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બૈરકપુર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ આ મામલે જણાવતા કહ્યુ છે કે, 18-19 વર્ષની ઉંમરના આરોપીઓને અડધી રાતે કમરહાટી અને ટીટાગઢ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા છે. અમે હાલ તેમની પૂછપરછ કરી રહ્યા છીએ અને તમામ શક્યતાઓને તપાસવાની પ્રયત્ન કરીએ છીએ. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક કમરહાટી અને બાકીના ટીટાગઢના છે.

    પહેલાં સ્કૂલ ગેટ સામે બોમ્બ વિસ્ફોટ કરવાનું વિચાર્યુ હતુ


    શનિવારે સ્કૂલમાં ભણાવવાનું ચાલું હતુ ત્યારે અચાનક ધાબા પર દેશી બોમ્બ વિસ્ફોટ થયા હતા. ત્યારે પોલીસે કહ્યુ છે કે, આ મામલે કોઈ જાનહાનિ થઈ નથી. કારણ કે બાળકો અને શિક્ષકો ત્રણ માળની બિલ્ડિંગમાંથી બીજા માળે હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, આરોપીઓએ સ્કૂલના ગેટ પાસે ભયાનક વિસ્ફોટ કરવાનું વિચાર્યું હતું, જો કે ત્યારબાદ તેમણે વિચાર બદલી નાંખ્યો હતો. કારણ કે ત્યાં ઘણી ભીડ ભેગી થઈ હતી. આરોપીઓએ જણાવ્યુ હતુ કે, તેમણે આ ઇરાદો પાર પાડવા માટે બાજુની ઇમારતના ધાબે પહોંચ્યા હતા.

    આ પણ વાંચોઃ લખનઉની કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ, અનેક વકીલો થયા ઇજગ્રસ્ત

    આરોપીના ઘરેથી 10 દેશી બોમ્બ મળ્યાં


    અધિકારીએ જણાવ્યુ કે, ધરપકડ કરવામાં આવી છે તે આરોપીઓમાંથી ત્રણ તો સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ આરોપી અને સ્કૂલના અન્ય કેટલાંક વિદ્યાર્થીઓ વચ્ચેની વ્યક્તિગત દુશ્મનીને કારણ માનવામાં આવી રહી છે. આરોપીના ઘરની તપાસ દરમિયાન 10 દેશી બોમ્બ મળ્યા હતા.

    પ.બંગાળમાં યુવાનો બંદૂક લઈને ફરે છેઃ ભાજપના નેતા


    આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યુ હતુ કે, શનિવારની ઘટના ‘પશ્ચિમ બંગાળની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પોતાને સુરક્ષિત નથી સમજતા’ તે તરફ ઇશારો કરે છે. ઘોષે દાવો કર્યો છે કે, ‘તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં રાજ્યમાં શિક્ષણના ક્ષેત્રે અંતિમયાત્રા શરૂ થઈ ગઈ છે. યુવાનો બંદૂક અને બોમ્બ લઈને ફરી રહ્યા છે. કારણ કે પશ્ચિમ બંગાળમાં રોજગારી જ નથી.’

    આ પણ વાંચોઃ બીજેપીના સરઘસ પર હુમલો અને બોમ્બમારો, ઘણા લોકો ઘાયલ

    ભાજપ બદમાશોને છાવરે છેઃ TMC સાંસદ


    ઘોષની ટીપ્પણી મામલે પલટવાર કરતાં જ ટીએમસી સાંસદ સૌગત રોયે જણાવ્યુ હતુ કે, પોલીસ તેનું કામ કરી રહી છે. તો બીજી તરફ લોકસભા સભ્યે આરોપ લગાવ્યો હતો કે, ભાજપે આ મામલે રાજનીતિ ના કરવી જોઈએ. તે બદમાશોને છાવરે છે. શનિવારે હુગલીથી લોકસભા સાંસદ રહેલા લોકેટ ચેટર્જીએ ઘટનાની સીબીઆઈ તપાસની માગ કરી છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: West bengal, West bengal mamata banerjee

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन