પત્નીઓની અદલા-બદલી, ઓરોપીની પત્નીએ જ કર્યો ખેલનો પર્દાફાશ

News18 Gujarati
Updated: May 1, 2019, 4:50 PM IST
પત્નીઓની અદલા-બદલી, ઓરોપીની પત્નીએ જ કર્યો ખેલનો પર્દાફાશ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
પોલીસે કેરળના પલપુઝા અને કોલ્લમમાંથી દુષ્કર્મ કેસમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ તમામ પર પત્નીઓની અદલા-બદલી કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઉંમર 25થી 32 વર્ષ વચ્ચે છે. સમગ્ર મામલે આરોપીઓમાંથી એકની પત્નીએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

કેરળના કુયમકુલમના પોલીસના જણાવ્યા પ્રમાણે એક ટ્રાવેલ એજન્સીમાં કામ કરનારા મુખ્ય આરોપીની પત્નીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેનો પતિ તેના પર અન્ય વ્યક્તિ સાથે યૌન સંબંધ બનાવવાનું દબાણ કરતો હતો. જ્યારે તેણીએ આવું કરવાની મનાઇ કરી તો તેને ધમકી અને શારીરિક સોષણ કરવામાં આવ્યું.

અહીં ક્લિક કરી વાંચોઃ પાર્ટી કરનારા છોકરાઓ હોય છે સેક્સ્યુઅલી અગ્રેસિવ: સ્ટડી

પોલીસે જણાવ્યું કે આરોપીએ વાઇફ સ્વેપિંગ વર્ષ 20018થી શરૂ કરી હતી. આરોપી પતિએ અન્ય શખ્સ સાથે સોશિયલ મીડિયા એપ્લિકેશન ચેટશેર પર કોન્ટેક્ટ કર્યો હતો. સામાન્ય રીતે વોટ્સએપ અને મેસેન્જરમાં તમે જાણતા હોવ છો કે તેમે કોની સાથે વાતચીત કરો છો પરંતુ Sharechatમાં ઓળખ છૂપાવીને વાત કરી શકો છો. એવામાં પરસ્પર ચર્ચા કરી તારીખ, સ્થળ અને સમય નક્કી કરી વાઇફ સ્વેપિંક કરવામાં આવ્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે હાલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પીડિતાના પતિનો પણ સમાવેશ થાય છે. તમામ આરોપીઓ સામે 366 કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
First published: April 30, 2019, 8:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading