રામ જન્મભૂમિ આતંકી હુમલામાં ચારને આજીવન, એકનો નિર્દોષ છૂટકારો

આતંકી સંગઠન લશ્કર એ તૌયબા દ્વારા કરાવવામાં આવેલા આ હુમલામાં એક ટૂરિસ્ટ ગાઇડ સહિત 7 લોકોનાં મોત થયા હતા.

News18 Gujarati
Updated: June 18, 2019, 4:48 PM IST
રામ જન્મભૂમિ આતંકી હુમલામાં ચારને આજીવન, એકનો નિર્દોષ છૂટકારો
આતંકી સંગઠન લશ્કર એ તૌયબા દ્વારા કરાવવામાં આવેલા આ હુમલામાં એક ટૂરિસ્ટ ગાઇડ સહિત 7 લોકોનાં મોત થયા હતા.
News18 Gujarati
Updated: June 18, 2019, 4:48 PM IST
અયોધયાના રામ જન્મભૂમિ પરિસરમાં વર્ષ 2005માં થયેલા આતંકી હુમલામાં ઇલાહાબાદની સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે મંગળવારે ચૂકાદો સંભળાવ્યો છે. જેમાં ચાર આરોપીઓને આજીવન કેદ અને એક આરોપીને નિર્દોષ જાહેર કરાયો હતો સ્પેશિયલ જજ એસસી એસટી દિનેશ ચંદ્રએ ચૂકાદો આપતા ચારેય આરોપીઓ પર 20-20 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. ચૂકાદાને ધ્યાને રાખી પ્રયાગરાજ સહિત ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ગેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે જજ દિનેશ ચંદ્રની કોર્ટમાં બંને પક્ષો વચ્ચે ચર્ચા 11 જુને જ પૂર્ણ થઇ ગઇ હતી. આતંકી સંગઠન લશ્કર એ તૌયબા દ્વારા કરાવવામાં આવેલા આ હુમલામાં એક ટૂરિસ્ટ ગાઇડ સહિત 7 લોકોનાં મોત થયા હતા. જ્યારે પોલીસની જવાબી કાર્યવાહીમાં 5 આતંકી માર્યા ગયા હતા. તો સીઆરપીએફ અને પીએસીના 7 જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અહીં ક્લિક કરી વાંચોઃ ભ્રષ્ટાચાર પર વાર : મોદી સરકારે આ 15 સીનિયર અધિકારીને સમય પહેલા હાંકી કાઢ્યા

માર્યા ગયેલા આતંકીઓની પાસેથી મોબાઇલ સિમની તપાસથી પાંચ અભિયુક્તો આસિફ ઇકબાલ ઉર્ફ ફારુક, શકીલ, અજીજ અને નસીમ નામના શખ્સોની સંડોવણી સામે આવી હતી, જેઓએ 28 જુલાઇ 2005માં અને ઇરફાનને 22 જુલાઇએ ધરપકડ કરવામાં આવી હતી.
First published: June 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...