જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવા અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવાના મોદી સરકારના નિર્ણયથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધી ગયો છે. એવામાં પાકિસ્તાનના એક મોટા નેતાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાન મુત્તિહિદા કોમી મૂવમેન્ટ (Pakistan’s Muttahida Qaumi Movement (MQM) party)ના સંસ્થાપક અલ્તાફ હુસૈન (Altaf Hussain) સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા ગીત ગાતા જોવા મળી રહ્યા છે.
અલ્તાફ હુસૈનનો આ વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈએ જાહેર કર્યો છે. અલ્તાફ હુસૈન ભારતના વિભાજનના આલોચક અને પાકિસ્તાનમાં શરણાર્થીઓનું સમર્થન કરનારા નેતા તરીકે ઓળખવામાં આવે છે.
આ પહેલા અલ્તાફ હુસૈને કાશ્મીરીઓને પાકિસ્તાની સેના અને પાકિસ્તાન સરકાર પર વિશ્વાસ ન મૂકવાની ચેતવણી આપી હતી. તેઓએ કહ્યું હતું કે આપને અપીલ કરું છું કે પાકિસ્તાની સેના અને સરકારની વાતો પર વિશ્વાસ મૂકવાનું બંધ કરો. પાકિસ્તાની સેના અને સરકાર બંને છેલ્લા 72 વર્ષથી આજ સુધી આપને છેતરતા રહ્યા છે.
અલ્તાફે પાકિસ્તાનની સેનાની કાશ્મીરને લઈને પ્રોપાગેન્ડાને ખોટો ગણાવતાં કહ્યું હતું કે પાકિસ્તાની સેનાએ કેટલાક સ્લોગન બનાવેલા છે જેનાથી તેઓ કાશ્મીરીઓને ઠગી રહ્યા છે. જેમકે, 'કાશ્મીર બનેગા પાકિસ્તાન', 'હમ લેકે રહેંગે આઝાદી'. તેઓએ કહ્યું કે, આઝાદી બીજું કંઈ નહીં બસ અલ્લાહ છે. હુસૈને કહ્યું કાશ્મીર પાકિસ્તાન માટે ગળાનીછ નસ જેવું છે. પાકિસ્તાની સેના ખભાથી ખભા મેળવીને ચાલી રીહ છે અને સમગ્ર પાકિસ્તાની સેના કાશ્મીરના લોકોની સાથે ઊભી છે.
પુલવામા હુમલા બાદ પાકિસ્તાનની કરી હતી આકરી ટીકા
નોંધનીય છે કે, ફેબ્રઆરીમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ અલ્તાફ હુસૈને પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. તેઓએ કહ્યું હતું કે ISIએ તાલિબાનની સ્ટાઇલમાં પુલવામામાં હુમલો કર્યો છે. તેમણે જૈશ-એ-મોહમ્મદને હુમલાની જવાબદારી લેવા કહ્યું હતું.
અલ્તાફ હુસૈને એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાનની સેનાને પોતાની અતિવાદી અને જિહાદવાદની રણનીતિને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લગામ આપવી જોઈએ. એવું કરીને તેઓ પોતાની જ સેના પરથી પાકિસ્તાનના નાગરિકોના વિશ્વાસને ખતમ કરી શકે છે. આ ધાર્મિક ઉગ્રવાદની આગમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે.