કુમાર વિશ્વાસને પણ ચોરોએ ન છોડ્યા, ઘર પાસેથી લક્ઝરી ગાડીની ચોરી

News18 Gujarati
Updated: February 15, 2020, 3:08 PM IST
કુમાર વિશ્વાસને પણ ચોરોએ ન છોડ્યા, ઘર પાસેથી લક્ઝરી ગાડીની ચોરી
કુમાર વિશ્વાસ (ફાઇલ તસવીર)

કુમાર વિશ્વાસ (Kumar Vishawas) આજકાલ આમ આદમી પાર્ટી (AAP) અને અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર સતત શાબ્દિક હુમલા કરી રહ્યા છે. સમયાંતરે ટ્વિટ કરીને આપ પર તીખા પ્રહારો કરતા રહે છે.

  • Share this:
ગાઝિયાબાદ : આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્યોમાંથી એક અને જાણીતા કવિ કુમાર વિશ્વાસની લક્ઝરી ગાડી ચોરાઈ ગઈ છે. વિશ્વાસની ગાડી તેના ઘરની બહારથી ચોરી થઈ ગઈ છે. કુમાર વિશ્વાસના ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ સ્થિત ઘર બહાર ઉભી રાખવામાં આવેલી ફોર્ચ્યુનર ગાડી ચોરાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે. કારને શોધવા માટે અનેક ટીમો બનાવવામાં આવી છે. કુમાર વિશ્વાસના મેનેજરે કાર ચોરીની ફરિયાદ આપી હતી. કુમાર વિશ્વાસ ક્યારેક ક્યારેક આ ગાડી ચલાવતા હતા.

ઉત્તર પ્રદેશ પોલીસે જાણીતા કવિ કુમાર વિશ્વાસની ચોરી થયેલી ગાડીને શોધવા માટે અનેક ટીમ બનાવી છે. સાથે જ આ વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે "ગાડી અંગે આસપાસના જિલ્લા અને પોલીસ મથકોમાં સૂચના આપી દેવામાં આવી છે. મામલો હાઇપ્રોફાઇલ હોવાને કારણે મીડિયા સતત સવાલ કરી રહ્યું છે. વીઆઈપી ગાડી હોવાથી અમારા લોકો પર ઝડપથી ગાડી શોધવાનું દબાણ છે. આ માટે પોલીસની અનેક ટીમો સંભવિત જગ્યાઓ પર તપાસ કરી રહી છે. પોલીસ કુમાર વિશ્વાસના ઘરની આસપાસના સીસીટીવી તપાસી રહી છે." આ મામલે પોલીસ હજી સુધી ચોરોની ઓળખ કરી શકી નથી.નોંધનીય છે કે કુમાર વિશ્વાસ એક વર્ષ પહેલા સુધી આમ આદમી પાર્ટીમાં સક્રિય હતા, પરંતુ વિવાદ બાદ તેઓ હાલ પાર્ટીથી દૂર રહે છે. વિશ્વાસ આજકાલ દેશ-વિદેશમાં કવિતાનું પઠન કરે છે. સોશિયલ સાઇટો પર આજના જમાનામાં સૌથી વધારે ફોલો કરવામાં આવતા કવિઓમાં કુમાર વિશ્વાસ મોખરાનું સ્થાન ધરાવે છે. કેન્દ્ર સરકાર વિવિધ મુદ્દાઓ અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર વ્યંગ્ય કરવા માટે પણ જાણીતા છે. આમ આદમી પાર્ટી ત્રીજી વખત ચૂંટણી જીતી છે, તેમજ અરવિંદ કેજરીવાલ રવિવારે શપથ લેવાના છે ત્યારે કુમાર વિશ્વાસની ગાડી ચોરી થવાની ઘટના પર સોશિયલ મીડિયા પર ખૂબ લખવામાં આવી રહ્યું છે.
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर