ન્યૂઝ18 ગુજરાતી : ઉત્તર પ્રદેશના અમેઠીમાં શનિવાર મોડી રાત્રે સ્મૃતિ ઈરાનીના નજીકના પૂર્વ પ્રધાનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મળતી જાણકારી મુજબ, જામો પોલીસ સ્ટેશન હદના બરૌલિયા ગામના પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહની અજાણ્યા વ્યક્તિઓએ ગોળી મારીને હત્યા કરી દીધી. બદમાશોએ ઘટનાને અંજામ એ સમયે આપ્યો જ્યારે સુરેન્દ્ર સિંહ પોતાના ઘરની બહાર ઊંઘી રહ્યા હતા.
મળતી જાણકારી મુજબ, બાઇક સવાર હુમલાખોરોએ ઘરની બહાર ઊંઘી રહેલા સુરેન્દ્ર સિંહ પર ફાયરિંગ કરી દીધું. ઈજાગ્રસ્ત પૂર્વ પ્રધાનને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટોરએ લખનઉ રેફર કરી દીધા. લખનઉ લઈ જતી વખતે સુરેન્દ્ર સિંહ મૃત્યુ પામ્યા. મૃત્યુ અંગે જાણ થતાં જ મૃતકના ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો.
Amethi: Surendra Singh, former village head of Baraulia village under Jamo police station limits, was shot dead by unidentified assailants at his residence, last night. More details awaited. pic.twitter.com/Z40mUXmPUw
ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ગામ લોકો સાથેની વાતચીત બાદ હુમલાખોરોની શોધખોટ માટે દરોડા પાડવાની શરૂઆત કરી દીધી છે. પૂર્વ પ્રધાનની હત્યા બાદ ગામમાં તણાવની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ઘટનાસ્થળે ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે.
સુરેન્દ્ર સિંહ (ફાઇલ ફોટો)
સ્મૃતિ ઈરાનીના ચૂંટણી પ્રચાર દરમિયાન સુરેન્દ્ર સિંહની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. મળતી માહિતી મુજબ સુરેન્દ્ર સિંહનો પ્રભાવ અનેક ગામોમાં છે.
Amethi: Surendra Singh, ex-village head of Baraulia, was shot dead by unidentified assailants at his residence, last night. Amethi SP says, "He was shot around 3 AM. We've taken a few suspects into custody. Investigation on. It can be due to an old dispute or a political dispute" pic.twitter.com/VYPy9jYDCR
આ પહેલા સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરી અમેઠીના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્મૃતિએ કહ્યું હતું કે, આપે વિકાસ પર વિશ્વાસ મૂક્યો અને કમળનું ફુલ ખીલવ્યું. તેના માટે અમેઠીનો આભાર. અમેઠી માટે એક નવી સવાર, એક નવો સંકલ્પ કર્યો છે. આભાર અમેઠી..શત શત નમન.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019 અને અમેઠીમાં મળેલી હાર પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું જનતાના નિર્ણયનું સન્માન કરું છું અને પીએમ મોદીને જીતની શુભેચ્છાઓ આપું છું. અમારી લડાઈ વિચારધારાની લડાઈ છે. અમેઠીથી હારના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું મારી હાર સ્વીકારું છુ્ર અને સ્મૃતિ ઈરાનીને અભિનંદન પાઠવું છું કે તેઓ હવે અમેઠીનું સારું ધ્યાન રાખશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર