પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ દેશમાં અસહિષ્ણુતા, અશાંતિ, અસુરક્ષા પર દર્શાવી ચિંતા, કહી આ વાત
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ દેશમાં અસહિષ્ણુતા, અશાંતિ, અસુરક્ષા પર દર્શાવી ચિંતા, કહી આ વાત
હામિદ અંસારી (file pic)
Hamid Ansari: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ આરોપ લગાવ્યો હતો કે, હાલના વર્ષોમાં આપણે એ પ્રવૃત્તિઓ અને પ્રથાઓના ઉદભવનો અનુભવ કર્યો છે જે નાગરિક રાષ્ટ્રવાદના સુસ્થાપિત સિદ્ધાંતને લઈને વિવાદ ઊભો કરે છે અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની એક નવી તેમજ કાલ્પનિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે.
વોશિંગ્ટન. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી (Hamid Ansari) અને અમેરિકાના ચાર સાંસદોએ ભારતમાં માનવાધિકારો (Human Rights in India)ની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. સેનેટર એડ માર્કે કહ્યું કે, ‘એક એવું વાતાવરણ બન્યું છે, જ્યાં ભેદભાવ અને હિંસા મૂળ પકડી શકે છે. હાલના વર્ષોમાં આપણે ઓનલાઇન નફરતભર્યા ભાષણો અને કૃત્યોમાં વૃદ્ધિ જોઈ છે. તેમાં મસ્જિદોમાં તોડફોડ, ચર્ચને બાળવા અને સાંપ્રદાયિક હિંસા પણ સામેલ છે.’
ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર માર્કેનું ભારત વિરોધી વલણ અપનાવવાનો ઇતિહાસ રહ્યો છે, તેમણે ભારતના પૂર્વ ના નેતૃત્વવાળા શાસન દરમિયાન ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ કરારનો પણ વિરોધ કર્યો હતો. માર્કેએ ભારતીય અમેરિકી મુસ્લિમ પરિષદ દ્વારા આયોજિત એક પેનલ ચર્ચામાં આ નિવેદન આપ્યું.
ભારતથી ડિજિટલી આ ચર્ચામાં ભાગ લેતાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અંસારીએ પણ હિન્દુ રાષ્ટ્રવાદની વધતી પ્રવૃત્તિ ઉપર ચિંતા વ્યક્ત કરી હતી. અંસારીએ આરોપ લગાવ્યો હતો કે, હાલના વર્ષોમાં આપણે એ પ્રવૃત્તિઓ અને પ્રથાઓના ઉદભવનો અનુભવ કર્યો છે જે નાગરિક રાષ્ટ્રવાદના સુસ્થાપિત સિદ્ધાંતને લઈને વિવાદ ઊભો કરે છે અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની એક નવી તેમજ કાલ્પનિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે. તે નાગરિકોને તેમના ધર્મના આધારે અલગ કરવા માંગે છે. અસહિષ્ણુતાને હવા દે છે અને અશાંતિ તેમજ અસુરક્ષાને પ્રોત્સાહન આપે છે.’
ચર્ચામાં ત્રણ સાંસદો જિમ મેકગવર્ન, એન્ડી લેવિન અને જેમી રસ્કિને પણ ભાગ લીધો હતો. રસ્કિને કહ્યું હતું કે,’ ભારતમાં ધાર્મિક સર્વાધિકારવાદ અને ભેદભાવના મુદ્દાને લઈને ઘણી સમસ્યાઓ છે. એટલા માટે અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે ભારત દરેક માટે ધાર્મિક સ્વતંત્રતા, સ્વતંત્રતા, બહુલવાદ, સહિષ્ણુતા અને અસંમતિના આદરના માર્ગ પર રહે.’
લેવિને કહ્યું કે, અફસોસની વાત છે કે આજે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર પતન, માનવાધિકારોનું હનન અને ધાર્મિક રાષ્ટ્રવાદને ઊભરતું જોઈ રહ્યું છે. 2014 બાદ ભારત લોકતંત્ર સૂચકાંકમાં 27થી પડીને 53 ઉપર આવી ગયું છે અને ફ્રીડમ હાઉસે ભારતને સ્વતંત્રથી આંશિક સ્વતંત્ર શ્રેણીમાં નાખી દીધું છે.
ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ટોમ લેન્ટોસ હ્યુમન રાઇટ્સ કમિશનના સહ-અધ્યક્ષ, મેકગવર્ને ઘણાં ચેતવણીભર્યા સંકેત રજૂ કર્યા છે, જે ભારતમાં માનવાધિકારોના ‘ભયાનક પતન’ને દર્શાવે છે. ભારત સરકાર અને સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપા) આ આરોપોનું ખંડન કરે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર