Home /News /national-international /

Former CM Kalyan Singh Latest News: BJPના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન

Former CM Kalyan Singh Latest News: BJPના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન

BJPના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન

Former CM Kalyan Singh passes away- કલ્યાણ સિંહની (Kalyan Singh)તબિયત છેલ્લા બે મહિનાથી ખરાબ હતી

    લખનઉ : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું (Former CM Kalyan Singh passes away)શનિવારે નિધન થયું છે. તે 89 વર્ષના હતા. કલ્યાણ સિંહની (Kalyan Singh)તબિયત છેલ્લા બે મહિનાથી ખરાબ હતી. લખનઉની એસજીપીજીઆઈ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બીજેપીના વરિષ્ઠ નેતા કલ્યાણ સિંહના નિધન પછી સીએમ યોગીએ પોતાનો ગોરખપુર પ્રવાસ રદ કરી દીધો છે. કલ્યાણ સિંહ યૂપીના સીએમ સિવાય રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ પણ રહ્યા હતા.

    તેમના નિધનના સમાચાર મળવા પર બીજેપીના કાર્યકર્તાઓમાં દુખની લાગણી છવાઇ છે. લખનઉના પીજીઆઈએ શનિવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ માનનીય કલ્યાણ સિંહ જી નું લાંબી બીમારી પછી નિધન થયું છે. લાંબી બીમારી અને શરીરના ઘણા અંગો ધીરે-ધીરે ફેલ થયા પછી શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા.

    આ પણ વાંચો - કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, નોકરી ગુમાવનાર લોકોને 2022 સુધી મળશે PF

    છેલ્લા 2 મહિનાથી બીમાર હતા

    કલ્યાણ સિંહને 21 જૂને લખનઉની લોહિયા સંસ્થાનમાં દાખલ કરવામાં આવ્યા હતા. 4 જુલાઈના રોજ તેમની તબિયત વધારે ખરાબ થઇ તો યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને મળવા પહોંચ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, યૂપીના ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યા સહિત પ્રદેશ સરકારના ઘણા મંત્રી હોસ્પિટલમાં તેમની હાલચાલ પૂછવા ગયા હતા. તબિયતમાં સુધારો ના થતા તેમને PGI શિફ્ટ કરવામાં આવ્યા હતા.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલી પાઠવી

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી કલ્યાણ સિંહના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ કલ્યાણ સિંહના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સરકારે ઉત્તરપ્રદેશના વિકાસ માટે કરેલા કાર્યોની સરાહના કરતા જણાવ્યું છે કે કલ્યાણસિંહના નિધનથી ભારતીય જનતા પાર્ટીએ સંનિષ્ઠ અને સમર્પિત નેતૃત્વ ગુમાવ્યું છે. મુખ્યમંત્રીએ સદગતના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરીછે અને શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી છે.

    તમને જણાવી દઈએ કે યૂપીની રાજનીતિમાં કલ્યાણ સિંહનું એક એવું નામ છે જેને ક્યારેય ભૂલાશે નહીં. કલ્યાણ સિંહે એક વર્ષમાં બીજેપીને એ સ્થાન પર લાવી દીધી હતી જ્યાં પાર્ટીએ 1991માં પોતાના દમ પર યૂપીમાં સરકાર બનાવી હતી. કલ્યાણ સિંહ યૂપીમાં બીજેપીના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Kalyan Singh, ઉત્તરપ્રદેશ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन