નવી દિલ્હી : હાર્પિક-ન્યૂઝ 18 મિશન પાની અભિયાન (Mission Paani Campaign)અંતર્ગત આયોજિત જલ પ્રતિજ્ઞા કાર્યક્રમમાં અમેરિકાના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અલ ગોર પણ સામેલ થયા છે. અલ ગોરે આ પ્રસંગે દુનિયાના લોકોને પાણીની જરૂરત સમજવાની સલાહ આપી હતી. ખાસ વાત એ છે કે જલ પ્રતિજ્ઞા દિવસના (Jal Pratigya Diwas)પ્રસંગે અભિનેતા અક્ષય કુમાર, ઉપ રાષ્ટ્રપતિ એમ વૈંકયા નાયડુ, જલશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત જેવા ઘણા મોટા સ્ટાર્સ સામેલ થયા હતા.
અલ ગોરે ગુરુવારે કહ્યું કે દુનિયાના દરેક વ્યક્તિની જવાબદારી છે કે તે જલવાયુ સંકટને ખતમ કરવામાં ભૂમિકા ભજવવા માટે આગળ આવે. વિકસિત અને વિકાસશીલ બંને પ્રકારના દેશોએ સમજવું પડશે કે સ્વસ્થ જીવન માટે પાણી ઘણું જરૂરી છે. આ દરમિયાન અલ ગોરે લોકોને જલ પ્રતિજ્ઞા લેવાની પણ અપીલ કરી હતી. ગોર જાણીતા પર્યાવરણવિદ અને નોબેલ પુરસ્કાર વિજેતા છે.
બીજી તરફ ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકયા નાયડુએ કહ્યું કે ભારતમાં પાણીનું સંકટ છે. ભવિષ્યમાં ‘ચલતા હૈ’વાળા વલણથી કામ ચાલશે નહીં. આ કામ ફક્ત સરકારોનું નથી. આપણે સામુહિક રુપથી આવવું પડશે.
" isDesktop="true" id="1047475" >
મિશન પાનીના એમ્બેસેડર અને અભિનેતા અક્ષય કુમારે કહ્યું કે ઘરને સ્વસ્થ રાખવા, શૌચ સાફ કરવા અને સ્નાન માટે પાણીની જરુર છે. તેથી તે આ અભિયાનના ભાગ બન્યા છે. અક્ષય કુમારે કહ્યું કે સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી અને સ્વચ્છ ઘરની સાથે સ્વચ્છ શૌચાલય. આપણા સ્વાસ્થ્ય અને આપણા દેશ માટે આ બાબતો પાયાની છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર