Home /News /national-international /Barack Obama Covid Positive: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોરોના સંક્રમિત, PM મોદીએ લખી આ વાત

Barack Obama Covid Positive: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોરોના સંક્રમિત, PM મોદીએ લખી આ વાત

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોરોના સંક્રમિત

Barack Obama Covid Positive: 60 વર્ષીય બરાક ઓબામા હવાઈમાં લાંબો સમય વિતાવ્યા બાદ તાજેતરમાં વોશિંગ્ટન ડીસી પરત ફર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પછી બરાક ઓબામા અમેરિકાના બીજા એવા રાષ્ટ્રપતિ છે, જેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઓક્ટોબર 2020માં કોરોનાથી સંક્રમિત થયા હતા, જોકે તે સમયે કોરોનાની રસી મોટાભાગના લોકો માટે ઉપલબ્ધ ન હતી.

વધુ જુઓ ...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને કોરોના વાયરસનો ચેપ (Former US President Barack Obama tested Positive) લાગ્યો છે. ખુદ બરાક ઓબામાએ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે. એક ટ્વિટમાં આ વિશે માહિતી આપતા બરાક ઓબામાએ લખ્યું, 'હું કોરોના સંક્રમિત થયો છુ, મને થોડા દિવસોથી ગળામાં દુખાવો હતો પરંતુ મને લાગ્યું કે તે કંઈક બીજું છે. મિશેલ અને મેં કોરોના રસીના બંને ડોઝ લીધા છે અને અમે બૂસ્ટર ડોઝ (Booster Dose) પણ લીધા છે. મિશેલ કોરોના સંક્રમિત નથી. હું લોકોને યાદ કરાવવા માંગુ છું કે તમારે રસી (Corona Vaccine) લેવી જોઈએ. કોરોનાના કેસ ઘટી રહ્યા છે, તેમ છતાં તમારે રસી લેવી જોઈએ.

પીએમ મોદીએ કર્યુ ટ્વીટ


દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરાક ઓબામાના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી છે. મોદીએ ટ્વીટ કર્યું, "બરાક ઓબામા તમારા ઝડપી સ્વસ્થ થવા માટે, અને તમારા પરિવારના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શુભેચ્છાઓ" યુએસમાં છેલ્લા એક સપ્તાહમાં લગભગ 35,000 લોકો સંક્રમિત થયા છે, જ્યારે જાન્યુઆરીના મધ્યમાં આ સંખ્યા લગભગ આઠ લાખ હતી.





આ પણ વાંચો - Corona Update : ચીનમાં બે વર્ષમાં સૌથી વધુ કોરોના કેસ, 20 મિલિયન લોકો ઘરોમાં બંધ

બીજા અમેરિકન રાષ્ટ્રપતિ જે કોરોના સંક્રમિત થયા


60 વર્ષીય બરાક ઓબામા હવાઈમાં લાંબો સમય વિતાવ્યા બાદ તાજેતરમાં વોશિંગ્ટન ડીસી પરત ફર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પછી બરાક ઓબામા અમેરિકાના બીજા એવા રાષ્ટ્રપતિ છે, જેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઓક્ટોબર 2020માં કોરોનાથી સંક્રમિત થયા હતા, જોકે તે સમયે મોટાભાગના લોકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ નહોતી.

આ પણ વાંચો - Canada : ટોરોન્ટોમાં ગમખ્વાર અકસ્માત, 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત, 2 ઘાયલ

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના રિપોર્ટ અનુસાર, 75.2 ટકા અમેરિકન પુખ્તોએ કોરોના વેક્સીનના તમામ ડોઝ લીધા છે, જ્યારે 47.7 ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે. ફેબ્રુઆરીમાં જ સીડીએસે ઘરે માસ્ક પહેરવામાં રાહત આપી હતી.
First published:

Tags: બરાક ઓબામા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો