બાબરી વિધ્વંસ કેસઃ અડવાણી, ઉમા બાદ કલ્યાણ સિંહને મળ્યા જામીન

News18 Gujarati
Updated: September 27, 2019, 3:50 PM IST
બાબરી વિધ્વંસ કેસઃ અડવાણી, ઉમા બાદ કલ્યાણ સિંહને મળ્યા જામીન
કલ્યાણ સિંહની ફાઇલ તસવીર

આ મામલે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, મહંત નૃત્ય ગોપાલ દાસ જામીન પર છે.

  • Share this:
લખનઉ, બાબરી વિધ્વંસ મામલે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને સીબીઆઇની વિશેષ કોર્ટ તરફથી જામીન મળી ગયા છે. કોર્ટે કલ્યાણ સિંહને 2 લાખ રૂપિયાની રકમ પર જામીન આપ્યા છે. આ પહેલા કોર્ટે સમગ્ર મામલે કલ્યાણ સિંહ વિરુદ્ધ આરોપ નક્કી કર્યા, કોર્ટમાં 153a, 153b, 295 ગુનાહિત ષડયંત્રની ધારા અંતર્ગત નિયમ વિરુદ્ધ એકત્રિત થવા, ધાર્મિક ભાવનાઓને ભડકાવવા જેવા આરોપ નક્કી થયા હતા. હવે સીબીઆઇ વિશેષ જજ અયોધ્યા પ્રકરણને કોર્ટમાં કલ્યાણ સિંહ પર કેસ ચાલશે. સુપ્રીમ કોર્ટના વિશેષ કોર્ટ દરરોજ આ મામલે કાર્યવાહી કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે કલ્યાણ સિંહ લખનઉની સીબીઆઇ કોર્ટમાં રજૂ થયા, રજૂ થતાની સાથે જ કલ્યાણ સિંહની ધરપકડ કરવામાં આવી, સાથએ જ કલ્યાણ સિંહ તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વકીલોએ તેમના સ્વાસ્થ્યનો હવાલો આપી જામીન અરજી દાખલ કરી હતી. હાલ મામલે સુનાવણી ચાલુ છે.

અહીં ક્લિક કરી વાંચોઃ સુંદર અને સ્વસ્થ ચામડી માટે ભોજનમાં ઉમેરો આ વિટામીન

અડવાણી, જોષી, ઉમા ભારતી સહિત અન્યોને મળ્યા છે જામીન

કલ્યાણ સિંહના રાજસ્થાનના રાજ્યપાલ પદથઈ હટાવ્યા બાદ સીબીઆઇ કોર્ટે દસ્તાવેજી પ્રમાણની માગ કરી હતી. જો કે અત્યારસુધી સીબીઆઇ તરફથી દસ્તાવેજ રજૂ ન કરવા છતા કોર્ટે આ આદેશ આપ્યા છે. આ પહેલા કલ્યાણ સિંહે કહ્યું હતું કે તેઓ સીબીઆઇ કોર્ટમાં રજૂ થઇ પોતાનો પક્ષ રાખવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે આ મામલે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, મહંત નૃત્ય ગોપાલ દાસ જામીન પર છે.

19 એપ્રિલ, 2017માં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી વિરુદ્ધ ગુનાહિત ષડયંત્રનો આરોપ દૂર કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે 1992માં બાબરી મસ્જીદ વિધ્વંસ સમયે ઉત્તર પ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી કલ્યાણ સિંહને કેસનો સામનો કરવા માટે આરોપી તરીકે બોલાવી ન શકાય કારણ કે બંધારણના અનુચ્છેદ 361 અંતર્ગત રાજ્યપાલોને સંવૈધાનિક છૂટ મળેલી છે.
First published: September 27, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading