પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બિહારના દિગ્ગજ નેતા ડૉ. રઘુવંશ પ્રસાદ સિંહનું નિધન

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બિહારના દિગ્ગજ નેતા ડૉ. રઘુવંશ પ્રસાદ સિંહનું નિધન
બિહારના રાજકારણમાં રઘુવંશ બાબૂના નામથી જાણીતા પૂર્વ કેબિનેટ મંત્રીને થોડા દિવસ પહેલા દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા

બિહારના રાજકારણમાં રઘુવંશ બાબૂના નામથી જાણીતા પૂર્વ કેબિનેટ મંત્રીને થોડા દિવસ પહેલા દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા

 • Share this:
  નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બિહાર (Bihar)ના દિગ્ગજ નેતા રહેલા ડૉ. રઘુવંશ પ્રસાદ સિંહ (Raghuvansh Prasad Singh)નું આજે નિધન થયું છે. રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)ના નિકટતક રહેલા નેતાએ દિલ્હી સ્થિત AIIMSમાં અંતિમ શ્વાસ લીધા. બિહારના રાજકારણમાં રઘુવંશ બાબૂના નામથી જાણીતા પૂર્વ કેબિનેટ મંત્રીને થોડા દિવસ પહેલા દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  શ્વાસ લેવામાં થઈ રહી હતી તકલીફ  છેલ્લા કેટલાક દિવસોથી રઘુવંશ સિંહની તબીયત સતત નાજુક બનેલી હતી. મળતી માહિતી મુજબ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. દિલ્હીની એઇમ્સમાં સારવાર માટે ચાર ડૉક્ટર તૈનાત હતા. રવિવાર સવારે રઘુવંશ બાબૂના પરિવારે જણાવ્યું હતું કે તેઓ હજુ પણ વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ નાજુક બનેલી છે. નોંધનીય છે કે, રઘુવંશ પ્રસાદ સિંહની સારવાર 4 ઓગસ્ટથી જ દિલ્હી સ્થિત એઇમ્સમાં ચાલી રહી હતી અને તેઓ છેલ્લા ચાર દિવસથી વેન્ટિલેટર પર હતા.


  આ પણ વાંચો, કોરોના દર્દીઓ માટે સ્વાસ્થ્ય મંત્રાલયની 15 સલાહ, યોગ કરવા અને ચ્યવનપ્રાશ ખાવાનું સૂચન

  આ પણ વાંચો, કોરોના વેક્સીનનું પરીક્ષણ ફરી શરૂ કરવા માંગે છે સીરમ ઇન્ટીmiટ્યૂટ, કંપનીના CEOએ કહ્યું- ગૂડ ન્યૂઝ

  RJDમાંથી આપ્યું હતું રાજીનામું

  ઉલ્લેખનીય છે કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહે થોડા દિવસ પહેલા જ આરજેડીથી રાજીનામું આપ્યું હતું. રઘુવંશ પ્રસાદ સિહે પોતાનું રાજીનામું એક સામાન્ય પાના પર લખીને મોકલ્યું હતું. તેમાં તેઓએ આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાવ યાદવને સંબોધિત કરતાં લખ્યું હતું કે જનનાગક કર્પૂરી ઠાકુરના નિધન બાદ 32 વર્ષો સુધી આપની આગળ-પાછળ ઊભો રહ્યો, પરંતુ હવે નહીં. પાર્ટી નેતા, કાર્યકર્તા અને સામાન્ય લોકોનો ખૂબ સ્નેહ મળ્યો. મને ક્ષમા કરો.
  Published by:Mrunal Bhojak
  First published:September 13, 2020, 12:14 pm

  ટૉપ ન્યૂઝ