ગૃહ મંત્રાલયના પૂર્વ અધિકારીનો દાવો, હિન્દુ આતંકવાદ સાબિત કરવા માટે કરવામાં આવ્યો હતો 26/11 હુમલો

 • Share this:
  ગૃહમંત્રાલયના પૂર્વ અંડર સેક્રેટરી આરવીએસ મણીએ મુંબઇની તાજ હોટેલ પર થયેલા આતંકી હુમલાને લઇને ચોંકાવનારો દાવો કર્યો છે. તેઓએ કહ્યું કે 26/11ના મુંબઇ હુમલો 'ફિક્સ મેચ' હતો. મણીએ દાવો કર્યો કે મુંબઇ હુમલો પાકિસ્તાન અને ત્યારની સરકારના કેન્દ્રીય ગૃહમંત્રાલય વચ્ચે ફિક્સ મેચ હતો. કારણ કે એ દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના મોટાભાગના અધિકારી આતંકવાદ પર થનારી વાર્ષિક ગૃહ સચિવ સ્તરની વાર્તા માટે પાકિસ્તાનના ઇસ્લામાબાદ હતા. અગાઉ આ વાર્તા 25/11એ યોજાનારી હતી. પરંતુ જ્યારે ભારતીય અધિકારી ત્યાં પહોંચ્યા તો તારીખ વધારી 26/11 કરવામાં આવી. આરવીએસ મણીએ કહ્યું કે એ દરમિયાન મને લખનઉ મોકલી દેવામાં આવ્યો. આ બધાની વચ્ચે અડધી રાતે હુમલો થયો.

  રાષ્ટ્રીય સુરક્ષા મંચ તરફથી પોતાની ચર્ચિત બૂક હિન્દુ ટેરર ઇનસાઇડર એકાઉન્ટ ઓફ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેયર પર આયોજીત ચર્ચામાં ભાગ લેવા માટા શુક્રવારે મણી ભોપાલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનું પુસ્તક હિન્દી સંસ્કરણ ભગવા આતંક એક ષડયંત્ર પર ચર્ચા કરવામાં આવી. ચૂંટણી દરમિયાન જ પુસ્તકના લોન્ચિંગ અંગે પૂછવામા આવતા તેઓએ કહ્યું કે તેઓ ગેરરાજનીતિક વ્યક્તિ છે અને પુસ્તકના પ્રકાશકના બોલાવવા પર તેઓ ભોપાલ આવ્યા છે. 26 એપ્રિલે જ તેમનું પુસ્તકનું હિન્દુ સંસ્કરણ લોન્ચ થયું છે.  હિન્દુ આતંકવાદ એક પરિકલ્પના !

  તેઓએ કહ્યું કે હિન્દુ આતંકવાદ એક પરિકલ્પના છે, જેને જાણી જોઇને કેન્દ્ર સરકારમાં સ્થિત એ સમયના કેટલાક મોટા નેતાઓ અને પોલીસ અધિકારીઓએ મળીને પહેલા પ્રચાર કર્યો, પછી સાબિત કરવા માટે પૂરાવા ભેગા કર્યા. તેમનો ઉદ્દેશ્ય શું હતો એ તો ખબર નહીં પરંતુ આ બધા વચ્ચે સાચા આતંકીઓ બચી ગયા.

  કોંગ્રેસ નેતાઓએ આપ્યો હિન્દુ આતંકવાદ શબ્દ

  આ દરમિયાન ધ ગ્રેટ ઇન્ડિયન કોન્પિરેન્સી અને આતંક સાથે સમજૂતીના લેખક અને પત્રકાર પ્રવીણ તિવારીએ કોંગ્રેસ નેતાઓ પર હિન્દુ આતંકવાદ શબ્દ આપ્યોનો આરોપ લગાવ્યો. તેઓએ દાવો કર્યો કે મુંબઇ હુમલામાં મોટાભાગના આતંકવાદીઓના હાથમાં કાંડુ બાંધેલું હતું. ગળામાં હિન્દુ ધર્મના લોકેટ હતા. આ વાતની પુષ્ટિ અમેરિકામાં પકડાયેલા આતંકી ડેવડ હેડલીએ પણ કરી છે. જો કસાબ જીવીત પકડાયો ન હોત તો તમામ આતંકીઓને હિન્દુ આતંકી જાહેર કરવામાં આવત. તત્કાલિન સરકારનું આ એક ષડયંત્ર હતુ જે સફળ ન થઇ શક્યું.
  Published by:Sanjay Vaghela
  First published: