મહિલા IPSની પૂર્વ DGPએ કરી જાતીય સતામણી: પોલીસે ફરિયાદ કરતા રોકતા, સીઆઈડીએ ઝંપલાવ્યું

મહિલા IPSની પૂર્વ DGPએ કરી જાતીય સતામણી: પોલીસે ફરિયાદ કરતા રોકતા, સીઆઈડીએ ઝંપલાવ્યું
રાજેશ દાસની ફાઇલ તસવીર

રવિવારે ભૂતપૂર્વ વિશેષ ડીજીપી રાજેશ દાસ સામે મહિલા આઈપીએસ અધિકારી દ્વારા લગાવેલા જાતીય સતામણીના આરોપો બાદ ફરિયાદ નોંધાવી હતી.

  • Share this:
    દેશમાં સામાન્ય મહિલાની સુરક્ષા અંગે અનેક સવાલો ઉઠે છે ત્યારે મહિલા સનદી અધિકારી ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલો તામિલનાડુનો છે, જ્યાં ક્રાઈમ બ્રાંચ સીઆઈડી (CB-CID)એ રવિવારે ભૂતપૂર્વ વિશેષ ડીજીપી રાજેશ દાસ સામે મહિલા આઈપીએસ અધિકારી દ્વારા લગાવેલા જાતીય સતામણીના આરોપો બાદ ફરિયાદ નોંધાવી હતી.

    રાજેશ દાસ સામે મહિલાના ઉત્પીડન મામલે લાગતી કલમો લગાડવામાં આવી છે. જેમાં આઈપીસીની કલમ 354 અને તામિલનાડુમાં મહિલા સુરક્ષા માટેના મહિલા ત્રાસ નિવારણ કાયદાની કલમ 3 અને કલમ 4નો સમાવેશ થાય છે. ફરિયાદ મુજબ, મુખ્યમંત્રીની તાજેતરની યાત્રા દરમિયાન દાસે આઈપીએસ અધિકારીને ત્રાસ આપ્યો હતો. આ સમયે તેઓને રાજ્યના મધ્ય જિલ્લાઓમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયે આ ઘટના બની હતી.



    મહિલા આઇપીએસ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો બાદ પોલીસ સફાળી જાગી હતી અને ડીજીપી જે. કે. ત્રિપતિએ તપાસના આદેશ આપ્યા હતા. ક્રાઈમ બ્રાંચ સીઆઈડી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી.

    અમદાવાદમાં કોરોનાની રસી લેનારા વૃદ્ધાએ કહ્યું,'રસી લેવી જોઇએ, PM મોદી પર લોકોએ વિશ્વાસ કરવો જોઇએ.'

    ડીજીપીને છવારવા પોલીસે જ આઇપીએસ અધિકારીને ફરિયાદ કરતા રોક્યા!

    વિધાનસભા શરૂ થતા પહેલા જ કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પેટ્રોલ-ડીઝલનાં ભાવ, મોંઘવારી અંગે સરકારને ઘેરવાના મૂડમાં

    સૂત્રોનું કહેવું છે કે, મહિલા આઇપીએસ ઓફિસર સાથે આ ઘટના બની ત્યારે તેઓ દાસ સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે તરત ચેન્નાઈ જવા તૈયાર થયા હતા. પરંતુ ચેંગલપટ્ટુ પોલીસ અધિક્ષક ડી. કન્નનએ તેમને રોક્યા હતા. આવું તેણે દાસના કહેવાથી કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, દાસે આ તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે.

    માનવ અધિકાર પંચે સરકાર પાસે જવાબ માંગ્યો

    અગાઉ આ મામલે રાજ્ય સરકારે આ કેસમાં સેક્સ્યુઅલ હરેસમેન્ટ એકટ હેઠળ આંતરિક ફરિયાદ સમિતિનું નિર્માણ કર્યું હતું. આ કેસમાં માનવ અધિકાર પંચે પણ ઝુકાવ્યું છે. સુઓમોટો લઈ આગામી બે સપ્તાહમાં રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published:March 01, 2021, 15:25 pm

    ટૉપ ન્યૂઝ