Home /News /national-international /રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કરી ભવિષ્યવાણી, કહ્યું - 'અમેરિકામાં ગૃહયુદ્ધ, એલોન મસ્ક બનશે નવા રાષ્ટ્રપતિ'

રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કરી ભવિષ્યવાણી, કહ્યું - 'અમેરિકામાં ગૃહયુદ્ધ, એલોન મસ્ક બનશે નવા રાષ્ટ્રપતિ'

રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની ભવિષ્યવાણી

Prediction 2023: વર્ષ 2023 શરૂ થાય તે પહેલા જ રશિયન સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. દિમિત્રી મેદવેદેવે અમેરિકામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સાથે વર્ષ 2023માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એલોન મસ્કની જીતની આગાહી કરી હતી. "કેલિફોર્નિયા અને ટેક્સાસ અલગ દેશો બનશે." આ સાથે તેમણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં થયેલા ભારે વધારા અંગે પણ વાત કરી હતી.

વધુ જુઓ ...
અમેરિકા: વર્ષ 2023 શરૂ થાય તે પહેલા જ રશિયન સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. દિમિત્રી મેદવેદેવે અમેરિકામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સાથે વર્ષ 2023માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એલોન મસ્કની જીતની આગાહી કરી હતી. "કેલિફોર્નિયા અને ટેક્સાસ અલગ દેશો બનશે." આ સાથે તેમણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં થયેલા ભારે વધારા અંગે પણ વાત કરી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં આતંકી હુમલાની ભીતિ, અમેરિકાએ ઇસ્લામાબાદની મેરિયટ હોટેલ માટે જાહેર કર્યું અલર્ટ

રશિયાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન રહી ચૂકેલા દિમિત્રી મેદવેદેવે ટ્વીટ કર્યું છે કે, અમારા તરફથી જાણો વર્ષ 2023માં શું થઈ શકે છે. તેમણે કહ્યું કે, અમેરિકાના કેલિફોર્નિયામાં ગૃહયુદ્ધ થશે અને તેનું પરિણામ એ આવશે કે ટેક્સાસ એક સ્વતંત્ર રાજ્ય બની જશે. પાછળથી ટેક્સાસ અને મેક્સિકો એક નવું રાજ્ય બનાવવા માટે મર્જ થશે. અમેરિકામાં ગૃહયુદ્ધ શાંત થશે, ત્યારે એલોન મસ્ક મોટાભાગના રાજ્યોમાં યુએસ પ્રમુખની ચૂંટણી જીતશે.

'બ્રિટન યુરોપિયન યુનિયનનો ભાગ બનશે'

દિમિત્રી મેદવેદેવે કહ્યું કે, રશિયા અને પશ્ચિમી દેશોમાં વધતા તણાવને કારણે વર્ષ 2023માં તેલની કિંમત પ્રતિ બેરલ 150 ડોલર સુધી પહોંચી શકે છે. ગેસની કિંમત 5 ડોલર પ્રતિ ઘન મીટર હોઈ શકે છે. રશિયન ફેડરેશનની સુરક્ષા પરિષદમાં ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે વધુમાં કહ્યું કે, બ્રિટન ફરી એકવાર યુરોપિયન યુનિયનનો હિસ્સો બની શકે છે. બ્રિટન જોડાતાંની સાથે જ યુરોપિયન યુનિયન તૂટી જશે. યુરોપિયન યુનિયનનું ચલણ યુરો, ચલણમાંથી બહાર થઈ જશે.

આ પણ વાંચો: રશિયાની હાઈપરસોનિક મિસાઈલ જેવી કોઈ મિસાઈલ વિશ્વમાં હાલ નથીઃ પુતિનનો મોટો દાવો

'પોલેન્ડ અને હંગેરી યુક્રેન પર કબજો કરશે'

દિમિત્રીએ આગાહી કરી હતી કે, યુક્રેન પોલેન્ડ અને હંગેરી દ્વારા કબજે કરવામાં આવશે. 2023 માં ઉત્તરી આયર્લૅન્ડ બ્રિટનથી અલગ થઈને રિપબ્લિક ઑફ આયર્લેન્ડમાં જોડાશે. દિમિત્રી મેદવેદેવે કહ્યું કે, ફરી એકવાર નાઝી સામ્રાજ્યનો ઉદય થશે, જેમાં જર્મની, પોલેન્ડ, બાલ્ટિક રાજ્યો, ચેક, સ્લોવાકિયા, કિવ રિપબ્લિક અને અન્ય દેશોનો સમાવેશ થશે.
First published:

Tags: American President, Russia news