ચંદીગઢ : પંજાબમાં (Punjab)કોંગ્રેસના અંસતુષ્ટ નેતા સુનીલ જાખડે (sunil jakhar quits congress)પાર્ટી છોડી દીધી છે. ઉદયપુરમાં કોંગ્રેસના ચિંતન શિવિર દરમિયાન સુનીલ જાખડે (sunil jakhar)ફેસબુક પર પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. જાણકારનું માનવામાં આવે તો કોંગ્રેસમાંથી (congress)અલવિદા કહેવાની પટકથા સુનીલ જાખડે પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન જ લખી નાખી હતી. જ્યારે કેપ્ટન અમરિંદર સિંહને હટાવી હાઇકમાન્ડે ચરણજીત સિંહ ચન્નીને સીએમ બનાવ્યા હતા.
ફેબ્રુઆરીના પ્રથમ મહિનામાં તેમણે સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. વિધાનસભા ચૂંટણી લડવાની ના પાડી હતી. જોકે ભત્રીજાના ચૂંટણી પ્રચાર દરમિયાન દરમિયાન જાખડે દાવો કર્યો હતો કે અમરિંદર સિંહના અચાનક બહાર થયા પછી 42 ધારાસભ્યો તેમને પંજાબના મુખ્યમંત્રી બનાવવા માંગતા હતા.
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુકેલા જાખડે સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિ લીધા પછી કહ્યું હતું કે તે કોંગ્રેસનો ભાગ રહેશે. જોકે દલિત સમુદાય અને પૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્ની સામે કરેલી કથિત ટિપ્પણી પછી તેમની મુશ્કેલી વધી ગઇ હતી. કોંગ્રેસના ઘણા નેતાએ તેમની સામે મોરચો ખોલ્યો હતો અને તેમની સામે અનુશાસનાત્મક કાર્યવાહી સુધી વાત પહોંચી હતી.
અંબિકા સોનીથી પણ નારાજ
અમરિંદર સિંહને પંજાબના મુખ્યમંત્રી પદેથી હટાવ્યા પછી સુનીલ જાખડનું નામ આગામી મુખ્યમંત્રી તરીકે ચાલી રહ્યું હતું. જોકે અંબિકા સોનીએ પાર્ટી હાઇકમાન્ડને એ સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે પંજાબમાં કોઇ શીખ ચહેરાને જ મુખ્યમંત્રી બનાવવો જોઈએ. અંબિકા સોનીના હસ્તક્ષેપ પછી પાર્ટીએ સુનીલ જાખડનું નામ હટાવીને ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી પદની જવાબદારી આપી હતી.
" isDesktop="true" id="1208919" >
સુનીલ જાખડની રાજનીતિક સફર
સુનીલ જાખડ 2002થી 2017 સુધી અબોહર વિધાનસભા ક્ષેત્રથી ત્રણ વખત ધારાસભ્ય રહ્યા છે. તે ગત અકાલી-ભાજપા સરકાર દરમિયાન પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહ્યા હતા. 2017માં સાંસદ વિનોદ ખન્નાના નિધન પછી ગુરદાસપુર લોકસભા સીટ પરથી સફળતાપૂર્વક પેટા ચૂંટણી લડી હતી. આ પછી પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા હતા. 2019માં ગુરદાસપુર સીટથી લોકસભાની ચૂંટણીમાં ઉતર્યા હતા. જોકે ભાજપા ઉમેદવાર અને અભિનેતા સની દેઓલ સામે 82,000 કરતા વધારે વોટથી પરાજય થયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર