ચંદીગઢ : કોંગ્રેસમાંથી (Congress)છેડો ફાડનાર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુનીલ જાખડ ભારતીય જનતા પાર્ટીમાં (Sunil Jakhar join BJP)સામેલ થઇ ગયા છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ (JP Nadda)આજે તેમને પાર્ટીની સદસ્યતા અપાવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી જાખડની (Sunil Jakhar)સક્રિય રાજનીતિમાં વાપસીને લઇને અટકળો લગાવવામાં આવી રહી હતી. કોંગ્રેસ હાઇકમાન્ડે જાખડને બે વર્ષના નિષ્કાસનની ભલામણ પણ કરી હતી.
ગુરુવારે દિલ્હીમાં ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ જાખડને પાર્ટીની સદસ્યતા અપાવી હતી. આ પ્રસંગે નડ્ડાએ કહ્યું કે હું સુનીલ જાખડનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું. તે એક અનુભવી નેતા છે જેમણે પોતાના રાજનીતિક જીવન દરમિયાન પોતાનું નામ બનાવ્યું છે. મને વિશ્વાસ છે કે તે પંજાબમાં પાર્ટીને મજબૂત કરવામાં મોટી ભૂમિકા નિભાવશે.
જેપી નડ્ડાએ આ પ્રસંગે કહ્યું કે પંજાબમાં રાષ્ટ્રવાદી તાકાતોનું પ્રથમ સ્થાન ભાજપા લઇ રહી છે. જેથી આવશ્યક હોય છે કે રાષ્ટ્રવાદી વિચાર રાખનારા બધા લોકો ભાજપા સાથે જોડાય અને પાર્ટીને મજબૂતી પ્રદાન કરે.
તમને જણાવી દઈએ કે સુનીલ જાખડ અને તેમના પરિવારના સદસ્ય લગભગ 50 વર્ષો સુધી કોંગ્રેસમાં સામેલ રહ્યા હતા. ગત દિવસોમાં તેમણે કોંગ્રેસ છોડવાની જાહેરાત કર્યા બાદ પોતાનું દર્દ વ્યક્ત કરતા કહ્યું હતું કે જે પાર્ટીએ આટલા વર્ષોની સેવા પછી તેની સાથે જે વ્યવહાર કર્યો તેનાથી દિલ તુટી ગયું છે.
પાર્ટી વિરોધી ગતવિધિઓમાં સામેલ થવાના આરોપમાં સુનીલ જાખડને કોંગ્રેસના બધા પદો પરથી હટાવી દીધા હતા. આ પછી જાખને 14 મે ના રોજ ફેસબુક દ્વારા દેશની સૌથી જૂની પાર્ટીને ગુડ લક અને ગુડબાય કોંગ્રેસ કહ્યું હતું. કોંગ્રેસ છોડવાની જાહેરાત કરતા તેમણે દિલ્હીમાં બેસેલા કેટલાક નેતાઓ ખાસ કરીને અંબિકા સોની પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી આવા નેતાઓથી કોંગ્રેસને મુક્તિ નહીં મળે ત્યાં સુધી તે પંજાબમાં પોતાનો જનાધાર બનાવી શકશે નહીં.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર