Home /News /national-international /

'આ' બાબતમાં સોનિયા ગાંધી છે સાસુમાં ઇન્દિરા ગાંધી કરતા અવ્વલ

'આ' બાબતમાં સોનિયા ગાંધી છે સાસુમાં ઇન્દિરા ગાંધી કરતા અવ્વલ

સામાન્ય રીતે સાસુ વહુને સંભાળવતા હોય છે કે, તેમને જીંદગીમાં અનેક પડકારોનો સામનો કર્યો છે અને તેઓ કહેતા હોય છે કે, અમે તમારા કરતા વધારે દુનિયા જોઇ છે. જો કે આ વાત દરેક વખતે સાચી નથી પડતી.

સામાન્ય રીતે સાસુ વહુને સંભાળવતા હોય છે કે, તેમને જીંદગીમાં અનેક પડકારોનો સામનો કર્યો છે અને તેઓ કહેતા હોય છે કે, અમે તમારા કરતા વધારે દુનિયા જોઇ છે. જો કે આ વાત દરેક વખતે સાચી નથી પડતી.

દિલ્હી: સામાન્ય રીતે સાસુ વહુને સંભાળવતા હોય છે કે, તેમને જીંદગીમાં અનેક પડકારોનો સામનો કર્યો છે અને તેઓ કહેતા હોય છે કે, અમે તમારા કરતા વધારે દુનિયા જોઇ છે. જો કે આ વાત દરેક વખતે સાચી નથી પડતી. આવા જ એક ઉદાહરણને સાબિત કરે છે સોનિયા ગાંધી. તમને જણાવી દઇએ કે, દેશની સૌથી મોટી રાજનૈતિક પાર્ટીમાંથી એક ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ(આઇએનસી)ના અધ્યક્ષ સોનિયા ગાંધી એક બાબતે તેમના સાસુ એટલે કે ઇન્દિરા ગાંધીથી ઘણા આગળ નીકળી ગયા છે.

4 ડિસેમ્બરના રોજ આઇએનસીના અધ્યક્ષ પદ પર થવા જઇ રહેલી રાહુલ ગાંધીની તાજપોશી પછી સોનિયા ગાંધી અધ્યક્ષ પદ છોડી દેશે. સોનિયા ગાંધી આ પદ પર સૌથી લાંબા સમય સુધી ટકી રહેનાર વ્યક્તિ છે. આની પાછળ એ જ કારણ છે કે, 19 વર્ષ સુધી પાર્ટીનુ નેતૃત્વ કરનાર સોનિયા ગાંધીએ કુલ 6 વર્ષ આઇએનસીનું અધ્યક્ષ પદ સંભાળનાર તેમના સાસુ અને પૂર્વ
વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પાછળ છોડી દીધા છે.

ઇન્દિરા ગાંધીએ તેમના જીવનકાળ દરમિયાન ત્રણ વાર આઇએનસીનુ અધ્યક્ષ પદ સંભાળ્યુ હતુ. 1959માં એક વર્ષ વિશેષ સત્રમાં આઇએનસીના અધ્યક્ષ રહેવાની સાથે ઇન્દિરા ગાંધીએ 1978-83 અને પછી 1883-84 સુધી પદ સંભાળ્યુ હતુ, જ્યારે ત્રણ ગણાથી પણ વધારે સમય સુધી તેમની વહુ સોનિયા ગાંધીએ યોગદાન આપ્યુ છે.

તમને જણાવી દઇએ કે, સોનિયા ગાંધી 1998માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. આમ, ત્યારથી લઇને અત્યાર સુધી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ પદ પર સોનિયા ગાંધીને 19 વર્ષ થઇ ગયા છે. સોનિયાએ તેમના અધ્યક્ષીય કાર્યકાળ દરમિયાન પાર્ટીને બે વાર કેન્દ્રની સત્તા સુધી પહોંચાડવામાં મહત્વની ભુમિકા નિભાવી છે.

પંડિત નેહરુ અને મહાત્મા ગાંધી પણ સોનિયા કરતા પાછળ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ કોંગ્રેસની કમાન સંભાળી હતી. દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ કુલ 8 વર્ષ સુધી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી હતી. પંડિત નેહરુ 1929-30 પછી 1936, 37, 51-52, 53, 54 સુધી 6 વખત અધ્યક્ષ બન્યા હતા. જો કે તેમનો કાર્યકાળ એક બે વર્ષ સુધી જ રહ્યો છે. ત્યાં જો મહાત્મા ગાંધીની વાત કરીએ તો તેઓએ 1924માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં અધ્યક્ષ તરીકે રહ્યા હતા. આમ, સોનિયા ગાંધીથી વધુ લાંબા સમય સુધી કોઇ પણ નેતા અધ્યક્ષ પદ પર રહ્યા નથી.
First published:

Tags: Daughter-in-law, INC, Mahatma gandhi, ઇન્દિરા ગાંધી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन