પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ, જાતે ટ્વિટ કરીને આપી જાણકારી

પ્રણવ મુખર્જીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, હૉસ્પિટલમાં અન્ય તપાસ માટે ગયા હતા જ્યાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

પ્રણવ મુખર્જીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, હૉસ્પિટલમાં અન્ય તપાસ માટે ગયા હતા જ્યાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

 • Share this:
  નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી (Pranab Mukherjee) કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાનું સામે આવ્યું છે. સોમવાર બપોરે પ્રણવ મુખર્જીએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. પ્રણવ મુખર્જીએ ટ્વિટમાં લખ્યું કે, હૉસ્પિટલ અન્ય તપાસ માટે ગયો હતો જ્યાં મારો કોવિડ-19 (COVID-19)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

  પ્રણવ મુખર્જીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, ગયા એક સપ્તાહમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, હું તેમને અપીલ કરું છું કે તેઓ તમામ ટેસ્ટ કરાવે અને આઇસોલેટ થઈ જાય.


  આ પણ વાંચો, કોરોના સંક્રમણે દેશમાં 44 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો, 6.34 લાખ એક્ટિવ કેસ

  નોંધનીય છે કે, પ્રણવ મુખર્જીની ઉંમર 84 વર્ષ છે, એવામાં વધતી ઉંમરના કારણે પણ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કૉંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા પ્રણવ મુખર્જી 2012થી 2017ની વચ્ચે દેશના રાષ્ટ્રપતિ રહ્યા છે. વર્ષ 2019માં કેન્દ્ર સરકારે પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.

  આ પણ વાંચો, દેશને આર્થિક સંકટમાંથી ઉગરવા માટે ભરવા પડશે 3 પગલાં, મનમોહન સિંહે કર્યું સૂચન

  ઉલ્લેખનીય છે કે, કોવિડ-19નું સંક્રમણ દેશમાં ઘણું ઝડપથી ફેલાઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં અનેક વીઆઈપી પણ તેની ઝપટમાં આવી ચૂક્યા છે. ગૃહ મંત્રી અમિત શાહ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સહિત અનેક નેતા કોરોના વાયરસના ઝપટમાં આવી ચૂક્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published: