પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ લોકસભાની સીટોને વધારીને 1000 કરવાની વકાલત કરી

News18 Gujarati
Updated: December 17, 2019, 8:34 AM IST
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ લોકસભાની સીટોને વધારીને 1000 કરવાની વકાલત કરી
નાગરિકતા કાયદા પર ચર્ચાની વચ્ચે પ્રણવ મુખર્જીએ લોકતંત્ર પર આપ્યો સંદેશ, લોકસભાની સીટો વધારીને 1000 કરવાની વકાલત કરી

નાગરિકતા કાયદા પર ચર્ચાની વચ્ચે પ્રણવ મુખર્જીએ લોકતંત્ર પર આપ્યો સંદેશ, લોકસભાની સીટો વધારીને 1000 કરવાની વકાલત કરી

  • Share this:
નવી દિલ્હી : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી (Former President Pranab Mukherjee)એ સોમવારે લોકસભા (Lok Sabha)ની સીટોને 543થી વધારીને 1000 કરવા અને રાજ્યસભા (Rajya Sabha)ની સીટોમાં પણ વધારો કરવાની વકાલત કરી છે. મુખર્જીએ કહ્યુ કે ભારતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ચૂંટણી ક્ષેત્ર અપ્રમાણસર રીતે મોટા છે.

લોકસભા અને રાજ્યસભાની સીટો વધારવામાં આવે

ઈન્ડિયન ફાઉન્ડેશન તરફથી આયોજિત બીજા અટલ બિહારી વાજપેયી સ્મૃતિ વ્યાખ્યાન આપતાં પૂર્વ રાષ્ટ્રપતિએ સત્તામાં બેઠલેલી પાર્ટીઓને 'બહુમતીવાદ' વિરુદ્ધ ચેતવ્યા. તેઓએ કહ્યુ કે લોકોએ તેમને સંખ્યાત્મક રીતે બહુમત આપ્યું હશે પરંતુ મોટાભાગના મતદારોએ ક્યારેક કોઈ એક પાર્ટીનું સમર્થન નથી આપ્યું.

તેઓએ કહ્યુ કે 1952થી લોકોએ અલગ-અલગ પાર્ટીઓને મજબૂત જનાદેશ આપ્યો છે પરંતુ ક્યારેય એક પાર્ટીને 50 ટકાથી વધુ વોટ નથી આપ્યા. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યુ કે ચૂંટણીઓમાં બહુમત આપને એક સ્થિર સરકાર બનાવવાનો અધિકાર આપે છે.

આ પણ વાંચો, બિપિન રાવત બાદ લેફ્ટેનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને સંભાળશે આર્મીની કમાન

પૂર્વ રાષ્ટ્રપતિએ લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવા પર પોતાની આશંકાઓ વ્યક્ત કરી. તેઓએ કહ્યુ કે આ બંધારણીય સંશોધન બાદ કરવામાં આવી શકે છે, પરંતુ તેની કોઈ ગેરન્ટી નથી કે ચૂંટાયેલા સભ્‍ય ભવિષ્યમાં કોઈ સરકાર પર ભરોસો નહીં ગુમાવે. તેઓએ કહ્યુ કે લોકસભાની ક્ષમતાને 1977માં સંશોધિત કરવામાં આવી હતી જે 1971ની વસતી ગણતરીના આધારે કરવામાં આવી હતી અને તે સમયે દેશની વસતી 55 કરોડ હતી. તેઓએ કહ્યુ કે વસતી તે સમયથી બેગણી વધી થઈ છે અને સીમાંકન પર લાગેલી રોકને હટાવવા માટે આ મજબૂત દલીલ છે. તેઓએ કહ્યુ કે આદર્શ રીતે તેને (લોકસભામાં સભ્યોની સંખ્યા) વધારીને 1000 કરી દેવી જોઈએ.

લોકસભાની સીટો 1000 કરવામાં આવે

તેઓએ કહ્યુ કે આદર્શ રીતે લોકસભાની સીટોને વધારીને 1000 કરી દેવી જોઈએ. વર્ષ 2012થી 2017 સુધી રાષ્ટ્રપતિ રહેલા મુખર્જીએ નવા સંસદ ભવન બનાવવા પાછળના તર્ક ઉપર પણ સવાલ ઉઠાવ્યા. તેઓએ કહ્યુ કે મને ખૂબ આશ્ચર્ય થાય છે કે નવા સંસદ ભવનથી ભારતમાં સંસદીય વ્યવસ્થાના કામકાજમાં કેવી મદદ મળશે કે સુધાર થશે. મુખર્જીએ કહ્યુ કે જો લોકસભાની સીટો વધારીને 1000 કરવામાં આવે છે તો સેન્ટ્રલ હૉલને નીચલું ગૃહ બનાવી શકાય છે અને રાજ્યસભાને હાલની લોકસભામાં સ્થળાંતરિત કરી શકાય છે.

ઈન્ડિયન ફાઉન્ડેશન તરફથી આયોજિત વ્યાખ્યાનમાં મુખર્જીએ વાજપેયીના સામાન્ય સહમતિ બનાવનારા નેતા તરીકે વખાણ કર્યા. મુખર્જીએ કહ્યુ કે વાજપેયીએ સૌને સાથ લઈને કામ કર્યું.

આ પણ વાંચો, અમિત શાહે કહ્યુ, આગામી 4 મહિનામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થશે
Published by: Mrunal Bhojak
First published: December 17, 2019, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading