પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું 84 વર્ષની ઉંમરે નિધન, 7 દિવસનો રાષ્ટ્રીય શોક

News18 Gujarati
Updated: August 31, 2020, 10:10 PM IST
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું 84 વર્ષની ઉંમરે નિધન, 7 દિવસનો રાષ્ટ્રીય શોક
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું 84 વર્ષની ઉંમરે નિધન

ફેફસામાં ઈન્ફેક્શનના કારણે તે ઘણા સમયથી હોસ્પિટલમાં દાખલ હતા

  • Share this:
નવી દિલ્હી : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું (Pranab Mukherjee)84 વર્ષની ઉંમરે નિધન થયું છે. ફેફસામાં ઈન્ફેક્શનના કારણે તે ઘણા સમયથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે સાંજે અંતિમ શ્વાસ લીધા છે.

તેમના પુત્ર અભિજિત મુખરજીએ ટ્વિટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિના નિધનની પૃષ્ટિ કરી છે. સોમવારે સવારે પ્રણવ મુખરજીના ફેફસામાં ઇન્ફેક્શનની પૃષ્ટિ થઈ હતી. ફેફસામાં ઇન્ફેક્શનના કારણે તેમની સ્થિતિ ખરાબ થઈ રહી હતી. કેન્દ્ર સરકારે પ્રણવ મુખરજીના નિધન પર સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.


પ્રણવ મુખરજીને 10 ઓગસ્ટે દિલ્હીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ દિવસે બ્રેનથી ક્લૉટિંગ હટાવવા માટે ઇમરજન્સી સર્જરી કરવામાં આવી હતી. આ પછી તેમની સ્થિતિ ગંભીર બનેલી હતી. તેમણે 10 તારીખે કોરોના પોઝિટવ હોવાની વાત કહી હતી.

આ પણ વાંચો - ગૃહ મંત્રી અમિત શાહે કોરોનાને સંપૂર્ણપણે આપી મ્હાત, AIIMSથી થયા ડિસ્ચાર્જ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાઠવી શ્રદ્ધાંજલિ

પ્રણવ મુખરજીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. રામનાથ કોવિંદે ટ્વિટમાં લખ્યું કે પ્રણવ મુખરજીના નિધનના સમાચાર સાંભળી દુ:ખ થયું. તેમનું જવું એક યુગનો અંત છે. પ્રણવ મુખરજીએ દેશની સેવા કરી, આજે તેમના જવા પર આખો દેશ દુ:ખી છે.



2012માં બન્યા હતા દેશના રાષ્ટ્રપતિ

પ્રણવ મુખરજી 2012માં દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. તે 2017 સુધી રાષ્ટ્રપતિ રહ્યા હતા. 2019માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Published by: Ashish Goyal
First published: August 31, 2020, 6:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading