પંચતત્વમાં વિલીન થયા પ્રણવ મુખર્જી, દીકરા અભિજીતે કર્યા અંતિમ સંસ્કાર

પંચતત્વમાં વિલીન થયા પ્રણવ મુખર્જી, દીકરા અભિજીતે કર્યા અંતિમ સંસ્કાર
પ્રણવ દાના પૂરા રાજકીય સન્માનની સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા જેમાં કોરોના ગાઇડલાઇન્સનું કડક પાલન કરવામાં આવ્યું

પ્રણવ દાના પૂરા રાજકીય સન્માનની સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા જેમાં કોરોના ગાઇડલાઇન્સનું કડક પાલન કરવામાં આવ્યું

 • Share this:
  નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી (Pranab Mukherjee)ના અંતિમ સંસ્કાર લોધી સ્મશાન ઘાટ ખાતે થયા. આ દરમિયાન રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી. તેમના દીકરા અભિજીત બેનર્જીના હસ્તે તેમને અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી.

  પ્રણવ દાના પૂરા રાજકીય સન્માનની સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા જેમાં કોરોના ગાઇડલાઇન્સનું કડક પાલન કરવામાં આવ્યું. સ્મશાન ઘાટ પર તેમના દીકરા અભિજીત બેનર્જી અને પરિવારના બાકી સભ્યો પીપીઈ કિટ પહેરીને જોવા મળ્યા.
  આ પહેલા તેમના પાર્થિવદેહને 10, રાજાજી માર્ગ સ્થિત તેમના સરકારી નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત અનેક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી. મોદી કેબિેનેટમાં પણ પ્રણવ દાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.


  નોંધનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી (Pranab Mukherjee)નું સોમવારે નિધન થયું છે, તેઓ 84 વર્ષના હતા. તેમના દીકરા અભિજીત મુખર્જી (Abhijit Mukherjee)એ ટ્વિટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિના નિધનની પુષ્ટિ કરી હતી. પ્રણવ મુખર્જીના નિધન બાદ કેન્દ્ર સરકારે 7 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે. મુખર્જીએ સૈન્ય હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

  પ્રણવ મુખર્જી લાંબા સમયથી બીમાર હતા. સોમવાર સવારે જ પ્રણવ મુખર્જીના ફેફસામાં ઇન્ફેક્શનની પુષ્ટિ થઈ હતી. ફેફસામાં ઇન્ફેક્શન બાદથી જ તેમની તબિયત બગડતી જઈ રહી હતી.

  પ્રણવ મુખર્જીના નિધન બાદ 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે તિરંગાને અડધી ડાંડીએ ફરકાવવામાં આવ્યો.


  પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે દિલ્હીની આર્મી એન્ડ રેફરલ (આર એન્ડ આર) હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ જ દિવસે બ્રેનથી ક્લોટિંગ માટે ઇમરજન્સીમાં સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદથી તેમની તબિયત ગંભીર હતી. પ્રણવ મુખર્જીએ 10 ઓગસ્ટે જ પોતે કોરોના પોઝિટિવ હોવાની વાત કહી હતી.

  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાઠવી શ્રદ્ધાંજલિ

  પ્રણવ મુખરજીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. રામનાથ કોવિંદે ટ્વિટમાં લખ્યું કે પ્રણવ મુખરજીના નિધનના સમાચાર સાંભળી દુ:ખ થયું. તેમનું જવું એક યુગનો અંત છે. પ્રણવ મુખરજીએ દેશની સેવા કરી, આજે તેમના જવા પર આખો દેશ દુ:ખી છે.


  આ પણ વાંચો, Pranab mukherjee : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવદાના નિધનથી PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ, ટ્વીટર પર કહી દિલની વાત

  પ્રણવ મુખરજી 2012માં દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. તે 2017 સુધી રાષ્ટ્રપતિ રહ્યા હતા. 2019માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  Published by:Mrunal Bhojak
  First published:September 01, 2020, 07:29 am

  ટૉપ ન્યૂઝ