પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કાર્યક્રમ પછી ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક કાર્યક્રમમાં સામેલ થયા છે. તેમના સાથે હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પણ હતા. પ્રણવ મુખર્જી અને મનોહર લાલ ખટ્ટરે હરચંદપુર અને નયાગાંવમાં સ્માર્ટ ગ્રામ પરિયોજના હેઠળ કેટલાક પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ આની એક તસવીર શેર કરી છે. તસવીરમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર મંચ પર એકસાથે નજરે પડી રહ્યાં છે.
અસલમાં પ્રણવ મુખર્જીના રાષ્ટ્રપતિ પદ પર રહેતા સ્માર્ટગ્રામની અવધારણા રાખી હતી. તેમને પોતાના કાર્યક્રમમાં ગુરૂગ્રામના સોહના બ્લોકનું ગામ હરચંદપુરને ખોળે લીધો છે. તે સમયે પ્રણવ મુખર્જીએ 2 જૂન 2017માં દૌલા ગામનું પ્રવાસ કર્યું હતું.
તે પછી ગામમાં વિકાસ કાર્ય થઈ રહ્યાં છે. ગામમાં અત્યાર સુધી ઘણી બધી સુવિધાઓ મળી ગઈ છે. આ ગામને આદર્શ ગામ બનાવવાની કોશિષ કરવામાં આવી રહી છે. ગ્રામ સચિવાલયમાં વાઈ-ફાઈથી લઈને ડિજિટલ સ્ક્રિન સુધીની સુવિધા મળશે.
કેટલાક દિવસો પહેલા એવા સમાચાર આવી રહ્યાં હતા કે, હરિયાણામાં પ્રણવ મુખર્જી ફાઉન્ડેશન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે મળીને કામ કરશે. આ સમાચારોને લઈને પ્રણવ મુખર્જીની ઓફિસે એક નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે સ્પષ્ટ રૂપથી કહેવા માંગીએ છીએ કે, આવું કંઈ જ નથી અને આવું થશે પણ નહી.
આનાથી પહેલા જૂનમાં પ્રણવ મુખર્જીએ નાગપુરમાં આરએસએસ મુખ્યાલયના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આરએસએસ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનના રૂપમાં સામેલ થયેલ પ્રણવ મુખર્જીએ પોતાના સંબંધોમાં રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર પોતાના વિચાર રજૂ કર્યાં હતા.
મુખર્જી પાસે આરએસએસ કાર્યક્રમમાં સામેલ થવાને લઈને ઘણો વિવાદ પણ થયો હતો. તેમની પુત્રી શમિષ્ઠા મુખર્જી પણ ઘણી જ નારાજ હતી. પ્રણવ મુખર્જીના નિર્ણય પછી કોંગ્રેસની અંદર પણ ઘણા લોકોએ આનો વિરોધ કર્યો હતો. કેટલાક નેતાઓએ તો મુખર્જીને મીટિંગમાં જવાનું માંડી વાળવા માટે પણ કહ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર