Home /News /national-international /પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને ગાજિયાબાદ મંદિરના મહંતે જેહાદી કહ્યા, અહીં જ થઈ હતી મુસ્લિમ યુવક સાથે મારઝૂડ

પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને ગાજિયાબાદ મંદિરના મહંતે જેહાદી કહ્યા, અહીં જ થઈ હતી મુસ્લિમ યુવક સાથે મારઝૂડ

પૂર્વ રાષ્ર્Jપતિ અબ્દુલ કલામ (ફાઇલ તસવીર)

ડાસના દેવી મંદિરના મહંત નરસિંહાનંદ સરસ્વતીએ પૂર્વ રાષ્ટ્રપતિ કલામ પર પાકિસ્તાનને પરમાણુ બોમ્બનો ફોર્મ્યૂલા આપવાનો આરોપ લગાવ્યો

ગાજિયાબાદ. દિલ્હી-એનસીઆરના મુખ્ય શહેર ગાજિયાબાદ (Ghaziabad)ના ડાસના દેવી મંદિરના મહંતે પૂર્વ રાષ્ર્ પતિ અબ્દુલ કલામ (APJ Abdul Kalam) પર નિશાન સાધ્યું છે. નરસિંહાનંદ સરસ્વતીએ અલીગઢમાં સંવાદદાતાઓને કહ્યું કે દેશના સર્વોચ્ચ પરિવારોમાં કોઈ પણ મુસલમાન ભારત સમર્થક ન હોઈ શકે અને કલામ એક જેહાદી (Jihadi) હતા. કોઈ પુરાવા કે તથ્યો વગર તેઓએ કલામ પર ડીઆરડીઓ (DRDO) પ્રમુખ તરીકે પાકિસ્તાન (Pakistan)ને પરમાણુ બોમ્બ (Nuclear Bomb)નો ફોર્મ્યૂલાની આપૂર્તિ કરવાનો આરોપ લગાવ્યો. મહંતે દાવો કર્યો કે કલામને રાષ્ટ્રપતિ ભવનમાં એક સેલની રચના કરી હતી, જ્યાં કોઈ પણ મુસ્લિમ પોતાની ફરિયાદ નોંધાવી શકતો હતો.

નોંધનીય છે કે, નરસિંહાનંદ સરસ્વતી ગાજિયાબાદના એ જ મંદિરના મહંત છે, જ્યાં થોડા દિવસ પહેલા કથિત રીતે એક મુસ્લિમ યુવકની પાણી પીવા પર તેની સાથે મારઝૂડ કરવામાં આવી હતી. ઘટના બાદ શિરાંગી નંદ યાદવ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાની ખૂબ નિંદા કરવામાં આવી હતી.

આ પણ વાંચો, ગાયનું 4 કલાક ચાલ્યું ઓપરેશન, પેટમાંથી કાઢવામાં આવી 48 કિલો પ્લાસ્ટિકની થેલીઓ અને ઘણું બધું!

ત્યારબાદ હવે મંદિરના મહંતનું આ નિવેદન સામે આવ્યું છે. તેને લઈને હવે ફરી ચર્ચા ઉગ્ર બની છે. નોંધનીય છે કે, ભારતને પરમાણુ શક્તિ બનાવવાનો સૌથી મોટો શ્રેય એપીજે અબ્દુલ કલામને આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ તરીકે પણ તેમના કાર્યકાળને એક સફળ કાર્યકાળ માનવામાં આવે છે. એવામાં તેમની પર મંદિરના મહંતની ટિપ્પણીએ અનેક સવાલો ઊભા કરી દીધા છે.

આ પણ વાંચો, J&K: ‘બહાર આવી જાઓ, તેઓ આપને નુકસાન નહીં પહોંચાડે’, આતંકી પિતાને દીકરાની અપીલ



ઉલ્લેખનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ભલે આપણી વચ્ચે નથી પરંતુ તેમણે કહેલી વાતો હંમેશા આપણું માર્ગદર્શન કરતી રહેશે. દેશના 11મા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું નિધન 27 જુલાઈ 2015ના રોજ શિલોંગમાં લેક્ચર આપતી વખતે હૃદયરોગનો હુમલામાં થયું હતું. કલામ ભલે દેશના સર્વોચ્ચ બંધારણીય હોદ્દા પર વિરાજમાન રહ્યા, પરંતુ તેઓએ પોતાનું સમગ્ર જીવન સાદગીમાં પસાર કર્યું. પૂર્વ રાષ્ટ્રપતિને હંમેશા પોતાની સાદગી અને ઉચ્ચ વિચારો માટે યાદ રાખવામાં આવશે.
First published:

Tags: Ghaziabad, Priest, Temple, ઉત્તર પ્રદેશ, વિવાદ