કેન્યાના ભૂતપૂર્વ વડાપ્રધાન (Kenya Former PM) અને કેન્યાની આગામી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર રૈલા ઓડિંગા (Raila Odinga)એ ભારતમાં આયુર્વેદિક હોસ્પિટલમાં તેમની પુત્રીની સારવારથી પ્રભાવિત થયા બાદ ટ્વીટ કર્યું કે તેઓ ખાતરી કરશે કે તેમની સૂચિત સેવા કેન્યાના લોકો સુધી પહોંચે.
કેન્યાના ભૂતપૂર્વ વડાપ્રધાન (Kenya Former PM) અને કેન્યાની આગામી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર રૈલા ઓડિંગા (Raila Odinga)એ ભારતમાં આયુર્વેદિક હોસ્પિટલમાં તેમની પુત્રીની સારવારથી પ્રભાવિત થયા બાદ ટ્વીટ કર્યું કે તેઓ ખાતરી કરશે કે કેન્યાના લોકો સુધી આ સેવાઓ પહોંચે. જેમા 'બાબા કેર', સ્વાસ્થ્ય વીમા પૉલિસી, જે તમારા દેશમાં ઓછી કિંમતની દવાઓને પણ આવરી લે છે તે સામેલ હોય. રૈલા ઓડિંગાનું ટ્વીટ એવા સમયે આવ્યું છે જ્યારે તેઓ તેમના પરિવાર સાથે કેરળના કૂથટ્ટુકુલમમાં શ્રીધરિયમ આયુર્વેદિક (Ayurveda) આંખની હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રની મુલાકાત લઈ રહ્યા હતા, જ્યાં તેમની પુત્રીની આંખોની સારવાર ચાલી રહી છે.
કેન્યાના પૂર્વ PMએ કહ્યું, "હું કેરળના કોચીમાં મારી પુત્રીની આંખોની સારવાર માટે ભારત આવ્યો હતો. ત્રણ અઠવાડિયાની સારવાર બાદ તેની દૃષ્ટિમાં નોંધપાત્ર સુધારો થયો છે. મારા પરિવાર માટે તે એક મોટું આશ્ચર્ય હતું કે અમારી પુત્રી લગભગ બધું જ જોઈ શકે છે."
તેમણે વધુમાં કહ્યું, “આ પરંપરાગત દવાઓના ઉપયોગથી આખરે તેની આંખોની રોશની પાછી આવી અને તેનાથી અમને ઘણો આત્મવિશ્વાસ મળ્યો. મેં આ ઉપચાર પદ્ધતિ (આયુર્વેદ) આફ્રિકામાં લાવવા અને સારવાર માટે આપણા સ્વદેશી છોડનો ઉપયોગ કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી છે.
#WATCH| By using traditional medicines, my daughter finally has her eyesight back & this gave us a lot of confidence. I've discussed with PM Modi to bring this treatment method (Ayurveda) to Africa & use our indigenous plants for therapeutics: Former PM of Kenya, Raila Odinga pic.twitter.com/jWRG4AH9nB
કેન્યાના ભૂતપૂર્વ વડાપ્રધાને કહ્યું કે જો તેમને કેન્યાના રાષ્ટ્રપતિ બનવાની તક મળશે તો તેમની પ્રાથમિકતાઓમાંની એક નૈરોબીમાં શ્રીધરિયમ આંખની હોસ્પિટલની સ્થાપના કરવાની રહેશે. તેમણે કહ્યું કે તેમણે પોતાની દીકરીની સારવાર માટે દુનિયાના અલગ-અલગ શહેરોની યાત્રા કરી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. તેમની પુત્રી રોઝમેરી ઓડિન્ગાએ કહ્યું કે જ્યારે તે 2019માં સારવાર માટે પ્રથમ વખત કૂથટ્ટુકુલમ આવી ત્યારે તેની દ્રષ્ટિ લગભગ શૂન્ય હતી. તેણીએ કહ્યું, હવે હું મારા ફોન અને મારા પરિવાર પર મળેલા સંદેશાઓ પણ વાંચી શકું છું અને આ માટે હું શ્રીધર્યમની ઋણી છું.
આયુર્વેદિક સારવારથી ચાર મહિનામાં આંખોમાં આવી રોશની
ઓડિંગાએ 2017માં ટ્યૂમરના કારણે તેની આંખોની રોશની ગુમાવી દીધી હતી અને તેના પરિવારે દક્ષિણ આફ્રિકા, જર્મની, ઇઝરાયેલ અને ચીન સહિતના ઘણા દેશોમાં તેની સારવાર માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. તેઓ 2019માં પ્રથમ વખત શ્રીધરિયમ આવ્યા હતા, કારણ કે તેઓએ તેની આયુર્વેદિક આંખની સંભાળની સુવિધાઓ વિશે સાંભળ્યું હતું. તેમની સારવાર મુખ્ય ચિકિત્સક નારાયણન નમ્બુદિરી અને તેમની ટીમ હેઠળ શ્રીધરિયમ ખાતે શરૂ કરવામાં આવી હતી. ચાર મહિનામાં તેની આંખોની રોશની પાછી આવી અને તે કેન્યા પાછી ચાલી ગઈ. હવે તે શ્રીધરિયમનો આભાર માનવા અને તેની વધુ સારવાર માટે તેના પરિવાર સાથે કૂથટ્ટુકુલમ પાછી આવી છે.
તેમનો પરિવાર 7 ફેબ્રુઆરી 2022 ના રોજ અહીં આવ્યો હતો અને તેઓ અહીં 5 દિવસ રોકાયા હતા અને હવે પૂર્વ પીએમ દિલ્હી જવા રવાના થઈ ગયા છે, જ્યારે તેમની પુત્રી 28 ફેબ્રુઆરી સુધી સારવાર માટે શ્રીધરિયમમાં રહેશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર