નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે આજથી 10 વર્ષ પહેલા વર્ષ 2009માં 24મી જાન્યુઆરીએ હાર્ટ સર્જરી કરાવી હતી. સોશિયલ મીડિયામાં આજકાલ #10Yearchallengeનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, આ ચેલેન્જમાં પૂર્વ વડાપ્રધાન અપ્રત્યક્ષ રીતે સામેલ થઈ ગયા છે.
86 વર્ષના મનમોહન સિંઘની 10 વર્ષ પહેલા મુંબઈના કાર્ડિયોવેસ્કુલર થેરાસિસ સર્જન રમાકાંત પંડાએ સર્જરી કરી હતી. ઓપરેશન દરમિયાન મનમોહન સિંઘ પર પાંચ બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. ડોક્ટર રમાકાંત જણાવે છે કે, "સર્જરી વખતે તેઓ ખૂબ શાંત હતા, તેમણે મને કહ્યું હતું કે મને તમારામાં પૂરો વિશ્વાસ છે."
ડોક્ટર રમાકાંત આગળ કહે છે કે, "મનમોહન સિંઘ સૌથી સારા દર્દીઓમાંના એક છે, કારણ કે હૃદયને લગતી જેટલી પણ સલાહ કે સૂચનો મેં તેમને આપ્યા હતા તેમણે તેનું સારી રીતે પાલન કર્યું હતું."
ડોક્ટર પંડાની ગણતરી દેશના જાણિતા હાર્ટ સ્પેશ્યાલિસ્ટમાં થાય છે. અત્યાર સુધી તેઓ 24 હજારથી વધારે ઓપરેશન કરી ચુક્યા છે. જેમાં 20 ટકા એવા દર્દીઓ હતા જેમને અન્ય જગ્યાએથી નિરાશા મળી હતી.
જ્યારે ડોક્ટર પંડાને પૂછવામાં આવ્યું કે, મનમોહન સિંઘે #10Yearchallenge પૂરી કરી લીધી છે ત્યારે તેમણે જણાવ્યું કે, "મને આનંદ છે કે હું તેમનો ડોક્ટર છું. જ્યારે સુધી સોશિયલ મીડિયા પર હેલ્થ ચેલેન્જની વાત છે તો આ અંગે હું કહીશ કે આવી વધારે ચેલન્જ આવવી જોઈએ."
મનમોહન સિંઘ ઉપરાંત ડોક્ટર પંડા લાલૂ પ્રસાદ યાદવ, તરુણ ગોગોઈ, ડી રાજા જેવા નેતાઓ તેમજ બિઝનેસ પર્સનાલિટીઝ અને ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા લોકોની પણ સારવાર કરી ચુક્યા છે.
બોલિવૂડ સેલેબ્સની તેમના છોકરાઓ સાથેની Adorable તસવીરો
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર