Home /News /national-international /

'લોકો 'મૌન'મોહન કહેતા પણ હું મીડિયાથી વાત કરતા ડરતો નહીં, મોદી ડરે છે'

'લોકો 'મૌન'મોહન કહેતા પણ હું મીડિયાથી વાત કરતા ડરતો નહીં, મોદી ડરે છે'

નરેન્દ્ર મોદી અને મનમોહનસિંહ (ફાઇલ તસવીર)

પોતાના પર મૌન રહેવાના આરોપો પર પૂર્વ પીએમે કહ્યું કે, લોકો કહે છે હું મૌન વડાપ્રધાન હતો. પરંતુ મારું પુસ્તક (ચેન્જિંગ ઈન્ડિયા) આ વિશે જાતે જ બોલશે

  ન્યૂઝ18 ગુજરાતી: પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે મંગળવારે પોતાના પુસ્તક ચેન્જિંગ ઈન્ડિયાના લોન્ચિંગ પર પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, હું એવો પીએમ હતો જે મીડિયા સાથે વાત કરતા ઘભરાતો નહોતો.

  પોતાના પર મૌન રહેવાના આરોપો પર પૂર્વ પીએમે કહ્યું કે, લોકો કહે છે હું મૌન વડાપ્રધાન હતો. પરંતુ મારું પુસ્તક (ચેન્જિંગ ઈન્ડિયા) આ વિશે જાતે જ બોલશે. હું ક્યારેય એવો પીએમ નહોતો જે પ્રેસથી વાત કરતા ઘભરાતો હોઉં. હું નિયમિત રીતે પ્રેસને મળતો હતો અને દરેક વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરતો હતો.

  મનમોહન સિંહે કહ્યું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાનું એક મોટું પાવર હાઉસ બનવાનું ભારતના ભાગ્યમાં લખાયેલું છે. જાણીતા અર્થશાસ્ત્રી સિંહે કહ્યું કે 1991 બાદથી ભારતનો વાર્ષિક આર્થિક વૃદ્ધિ દર સરેરાશ 7 ટકા કાયમ રહ્યો છે.

  તેમણે કહ્યું કે, તમામ આપત્તિઓ અને વિઘ્નો છતાંય ભારત સાચી દિશામાં વધતો રહેશે. ભારતના ભાગ્યમાં જ છે કે તે વૈશ્વિક અર્થવ્યવસ્થાનું પાવર હાઉસ બને.

  ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રહી ચૂકેલા સિંહે કેન્દ્રીય બેંક અન કેન્દ્ર સરકારના સંબંધો વિશે કહ્યું કે, રિઝર્વ બેંક અને સરકારના સંબંધ પતિ-પત્નીના સંબંધ જેવા છે. બંનેની વચ્ચે મતભેદો દૂર કરવા જરૂરી છે જેથી બંને સમન્વય સાથે કામ કરી શકે.

  આ પણ વાંચો, રાહુલને સિંઘિયાએ કહ્યું, મીડિયા સામે શું બોલવાનું! સ્મૃતિએ VIDEO શેર કરી પૂછ્યો પ્રશ્ન

  પૂર્વ વડાપ્રધાને કહ્યું કે સરકાર અને આરબીઆઈના સંબંધ પતિ-પત્ની જેવા છે અને વિચારોમાં મતભેદનું સમાધાન એવી રીતે થવું જોઈએ, જેનાથી બંને સંસ્થાન તાલમેલ સાથે કામ કરી શકે. મતભેદ હોઈ શકે છે, પરંતુ સમાધાન એવી રીતે થવું જોઈએ, જેનાથી બંને સંસ્થાન સમન્વયથી કામ કરી શકે.

  તેઓએ આ વાત એવા સમયે કહી છે જ્યારે રિઝર્વ બેંકના આરક્ષિત ધનના સ્તર તથા લઘુ અને નાના ઉદ્યમો માટે લોનના નિયમ સરળ બનાવવા સહિત વિભિન્ન મુદ્દાઓને લઈ કેન્દ્રીફ બેંકે તથા નાણા મંત્રાલયની વચ્ચે મતભેદોની ચર્ચા વચ્ચે ઉર્જિત પટેલે આરબીઆઈના ગવર્નર પદેથી રાજીનામું આપી દીધું.

  ચેન્જિંગ ઈન્ડિયા શીર્ષકની સાથે પ્રકાશિત 6 ખંડના આ પુસ્તકના લોન્ચિંગમાં સંવાદદાતાઓ સાથે અલગથી વાતચીતમાં સિંહે કહ્યું કે રિઝર્વ બેંકની સ્વાયત્તતા અને સ્વતંત્રતાનું સન્માન થવું જોઈએ.

  સિંહે કહ્યું કે, જે પણ આરબીઆઈના ગવર્નર છે, હું તેમને શુભેચ્છાઓ આપું છું.

  પૂર્વ વડાપ્રધાને કહ્યું કે આપણે એક મજબૂત અને સ્વતંત્ર આરબીઆઈની જરૂર છે જે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરે. તેઓએ કહ્યું કે, હું આશા અને પ્રાર્થના કરું છું કે સરકાર તથા આરબીઆઈ સાથે મળી કામ કરવાનો રસ્તો શોધે.

  મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની સરકારો તરફથી ખેડૂતોના દેવા માફીના જાહેરાત સાથે જોડાયેલા સવાલના જવાબમાં સિંહે કહ્યું કે, અમે ચૂંટણી ઘોષણાપત્રમાં કહેલી વાતનું પ્રતિબદ્ધતા સાથે સન્માન કરવાનું છે. તેઓએ કહ્યું કે, હું પ્રભાવ વિશે અધ્યયન નથી કર્યું પરંતુ પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે તેથી આપણે તેનું સન્માન કરવું જોઈએ.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Manmohan singh, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, પીએમ મોદી, ભાજપ, ભારત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन