બે ફોન કોલ્સે બદલી મનમોહનસિંહની જિંદગી, એકવાર નાણા મંત્રી તો બીજીવાર PM બન્યા

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ (ફાઇલ તસવીર)

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પોતાના પુસ્તક 'ચેન્જિંગ ઈન્ડિયા'ના વિમોચન દરમિયાન પોતાની જિંદગી સાથે જોડાયેલા અનેક રસપ્રદ કિસ્સા જણાવ્યા

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: મનમોહનસિંહને ભલે લોકો એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર તરીકે જોતા હોય પરંતુ મનમોહનસિંહ તેના વિશે દરેક વખતની જેમ ફોન કોલથી થનારા એક ફેરફાર માને છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પોતાના પુસ્તક 'ચેન્જિંગ ઈન્ડિયા'ના વિમોચન દરમિયાન પોતાની જિંદગી સાથે જોડાયેલા અનેક રસપ્રદ કિસ્સા જણાવ્યા. તેઓએ જણાવ્યું કે તેમની જિંદગીમાં ફોન લોક કેટલા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા રહ્યા છે.

  પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું કે તેમને ભલે લોકો એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર તરીકે જોતા હોય પરંતુ તેઓ એકિસડેન્ટલ ફાઇનાન્સ મિનિસ્ટર પણ બની ચૂક્યા છે. તેઓએ જણાવ્યું કે કેવી રીતે તત્કાલીન વડાપ્રધાન નરસિમ્હા રાવના એક ફોને તેમને અચાનક નાણા મંત્રી બનાવી દીધા.


  પૂર્વ વડાપ્રધાને જણાવ્યું કે, તે સમયે હું યૂજીસીમાં કામ કરતો હતો. તે દિવસે પણ હંમેશાની જેમ ઓફિસમાં હતો. અચાનક તત્કાલીન વડાપ્રધાન નરસિમ્હા રાવજીનો ફોન આવ્યો અને તેમણે મને કહ્યું કે તૈયાર થઈને શપથ ગ્રહણ માટે આવો. હું જ્યારે વડાપ્રધાન કાર્યાલય પહોંચ્યો જણાવવામાં આવ્યું કે હું નાણા મંત્રી બની ગયો છું. લોકો કહે છે કે હું એકિસડેન્ટલ પીએમ છું, પરંતુ હું એક્સિડેન્ટલ ફાઇનાન્સ મિનિસ્ટર પણ રહ્યો છું.

  આ પણ વાંચો, 'મને લોકો 'મૌન'મોહન કહેતા પણ હું પત્રકારોથી વાત કરતા ડરતો નહીં, મોદી ડરે છે'
  Published by:Mrunal Bhojak
  First published: