પૂર્વ PM મનમોહનસિંહનું મોટું નિવેદન : ગુજરાલની સલાહ માની હોત તો શીખ નરસંહાર ન થાત

News18 Gujarati
Updated: December 5, 2019, 7:53 AM IST
પૂર્વ PM મનમોહનસિંહનું મોટું નિવેદન : ગુજરાલની સલાહ માની હોત તો શીખ નરસંહાર ન થાત
શીખ વિરોધી તોફાનોની ગંભીરતાને જોતાં ગુજરાલે નરસિમ્હા રાવના ઘરે જઈ આર્મી તહેનાત કરવાની સલાહ આપી હતી

શીખ વિરોધી તોફાનોની ગંભીરતાને જોતાં ગુજરાલે નરસિમ્હા રાવના ઘરે જઈ આર્મી તહેનાત કરવાની સલાહ આપી હતી

  • Share this:
નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ (Manmohan Singh)એ 1984ના શીખ વિરોધી તોફાનો (1984 Anti-Sikh Riots) વિશે એક મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, જો તે સમયના ગૃહ મંત્રી નરસિમ્હા રાવ (P. V. Narasimha Rao)એ ઈન્દ્રકુમાર ગુજરાલ (Inder Kumar Gujral)ની સલાહ માની હોત તો 1984ના શીખ વિરોધી તોફાનોને ટાળી શકાયા હોત. બુધવારે મનમોહનસિંહે પૂર્વ વડાપ્રધાન ઈન્દ્રકુમાર ગુજરાલની 100મી જયંતી પર આયોજિત કાર્યક્રમમાં બોલતા આ વાત કહી.

મનમોહનસિંહે કહ્યું કે, ઈન્દ્રકુમાર ગુજરાલે 1984ના શીખ વિરોધી તોફાનો રોકવા માટે આર્મીને તહેનાત કરવાની સલાહ આપી હતી, પરંતુ તત્કાલીન ગૃહ મંત્રી નરસિમ્હા રાવે તેમની આ સલાહને નજરઅંદાજ કરી દીધી હતી. ગુજરાલે શીખ વિરોધી તોફાનો ભડકવાની રાત્રે ગૃહ મંત્રી નરસિમ્હા રાવ સાથે મુલાકાત પણ કરી હતી.

દિલ્હીમાં આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતાં મનમોહનસિંહે કહ્યું કે, ઈન્દ્રકુમાર ગુજરાલ શીખ વિરોધી તોફાનો થયા પહેલાના માહોલને લઈ ખૂબ ચિંતિત હતા અને રાત્રે તત્કાલીન ગૃહ મંત્રી નરસિમ્હા રાવ પાસે ગયા હતા. ગુજરાલે રાવને સલાહ આપી હતી કે સ્થિતિ ખૂબ ગંભીર છે. જેથી સરકારે વહેલી તકે આર્મીને બોલાવવી જોઈએ અને તહેનાત કરવી જોઈએ. જો ગુજરાલની સલાહ નરસિમ્હા રાવે માની લીધો હોત તો 1984નો શીખ નરસંહાર ટાળી શકાયો હોત. નોંધનીય છે કે, મનમોહનસિંહ યૂપીએ સરકાર (UPA Government)માં બે વાર વડાપ્રધાન રહ્યા છે.આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. પ્રણવ મુખર્જી (Dr. Pranab Mukherjee)એ પણ ઈન્દ્રકુમાર ગુજરાલને શ્રદ્ધાંજલિ આપી. તેઓએ કહ્યું કે, કૉંગ્રેસ (Congress)એ ઈન્દ્રકુમાર ગુજરાલ સરકારથી સમર્થન પરત લઈ લીધું હતું, જેના કારણે 1998માં ભારતીય જનતા પાર્ટી (BJP)ને સત્તામાં આવવાની તક મળી ગઈ હતી. આ દરમિયાન પ્રણવ મુખર્જીએ ઈન્દ્રકુમાર ગુજરાલની વિદેશ નીતિ (Foreign Policy)ના પણ વખાણ કર્યા. નોંધનીય છે કે, ઈન્દ્રકુમાર ગુજરાલ 21 એપ્રિલ 1997થી 19 માર્ચ 1998 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા.

આ પણ વાંચો, ભાગેડુ નિત્યાનંદે ઇક્વાડોર પાસે બનાવ્યો પોતાનો દેશ, નામ રાખ્યું 'કૈલાસા'
First published: December 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading