છાતીમાં દુખાવાની ફરિયાદ પછી પૂર્વ પીએમ મનમોહન સિંહ AIIMSમાં દાખલ

News18 Gujarati
Updated: May 10, 2020, 10:58 PM IST
છાતીમાં દુખાવાની ફરિયાદ પછી પૂર્વ પીએમ મનમોહન સિંહ AIIMSમાં દાખલ
છાતીમાં દુખાવાની ફરિયાદ પછી પૂર્વ પીએમ મનમોહન સિંહ AIIMSમાં દાખલ

87 વર્ષીય પૂર્વ પ્રધાનમંત્રીને એઇમ્સના કાર્ડિયક ન્યૂરો સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે

  • Share this:
નવી દિલ્હી : પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ (Former PM Manmohan Singh)ની રવિવારે તબિયત ખરાબ થતા AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. મનમોહન સિંહે રવિવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જે પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 87 વર્ષીય પૂર્વ પ્રધાનમંત્રીને એઇમ્સના કાર્ડિયક ન્યૂરો સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

મનમોહન સિંહ 2004થી 2014 સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા છે. આ પહેલા તે 1991માં નરસિમ્હા રાવની સરકારમાં વિત્ત મંત્રી રહ્યા હતા. મનમોહન સિંહના વિત્ત મંત્રી રહેતા દેશના બજારને વિદેશી કંપનીઓ માટે ખોલવામાં આવ્યા હતા. મનમોહન સિંહ ભારતીય રિઝર્વ બેંકના 15માં ગર્વનર પણ રહ્યા હતા. રાજીવ ગાંધીની સરકારમાં યોજના આયોગના ડિપ્ટી ચેરમેન પણ રહ્યા હતા.

આ પણ વાંચો - 24 કલાકમાં 10 રાજ્યોમાં કોરોનાના કોઈ નવા કેસ નથી, 4 રાજ્ય અત્યાર સુધી કોવિડ 19 રહિત

હાલમાં કોવિડ-19(Covid-19)ના કારણે બનેલી સ્થિતિ માટે કોંગ્રેસે એક સલાહકાર સમૂહ બનાવ્યું છે. જેની અધ્યક્ષતા મનમોહન સિંહ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા પૂર્વ પીએમ મનમોહન સિંહે એક વીડિયો જાહેર કરીને સરકારને કોરોના વાયરસની તપાસને વધારવાની માંગણી કરી હતી.
First published: May 10, 2020, 10:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading