Home /News /national-international /pervez musharraf Heath Update: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની તબીયત નાજુક, વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા
pervez musharraf Heath Update: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની તબીયત નાજુક, વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા
pervez musharraf Heath Update: પરવેજ મુશર્રફને હૃદય અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ છે, તેમને દુબઈની હોસ્પિટલમાં સારવાર માટે વેન્ટીલેટર પર ખસેડવામાં આવ્યા છે, તેમની તબીયતના સમાચાર સામે આવ્યા બાદ તેમનું નિધન (Pervez Musharraf passes away) થઈ ગયું હોવાની ચર્ચાએ પણ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે.
pervez musharraf Heath Update: પાકિસ્તાન (Pakistan) ના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ (pervez musharraf) ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેમની તબિયત લથડતાં તેમને આજે દુબઈમાં વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. મુશર્રફને હૃદય અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. ડોક્ટરોની વિશેષ ટીમ 24 કલાક મુશર્રફના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. જોકે બીજી બાજુ કથિત રીતે તેમના નિધન (Pervez Musharraf passes away) ની પણ ચર્ચા સામે આવી રહી છે, જોકે આ સમાચાર લખાય છે ત્યાં સુધી હજુ સત્તાવાર મોતની માહિતી સામે આવી નથી. પરવેઝ મુશર્રફે જ 1999માં તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને અંધારામાં રાખીને કારગિલ યુદ્ધની શરૂઆત કરી હતી. એટલું જ નહીં, તેમણે સેના પ્રમુખ તરીકે તખ્તાપલટ બાદ પાકિસ્તાનમાં માર્શલ લૉ પણ જાહેર કર્યો હતો.
પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના પરિવાર તરફથી એક સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, તેમના અંગો હવે ખરાબ રીતે કામ કરી રહ્યા છે અને હવે તે રિકવર કરવા શક્ય નથી.
"મુશર્રફ છેલ્લા 3 અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે, અને મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, હવે રિકવરી નથી અને અંગો ખરાબ છે. પરિવારે કહ્યું હવે, પ્રાર્થના કરો.
આ પહેલા એક સમાચાર પત્ર દ્વારા તેમના નિધનની માહિતી આપવામાં આવી હતી, જોકે પરિવાર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યા બાદ સમાચાર પત્ર દ્વારા ટ્વીટ ડિલીટ કરવામાં આવ્યું હતું
કોણ છે પરવેઝ મુશર્રફ?
કારગિલ યુદ્ધ દરમિયાન જનરલ પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના આર્મી ચીફ હતા. તેમણે કારગીલને લઈને તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને અંધારામાં રાખ્યા હોવાનું માનવામાં આવે છે. નવાઝ શરીફ શ્રીલંકામાં હતા ત્યારે મુશર્રફે 1999માં લશ્કરી બળવો કર્યો હતો. બાદમાં તેણે પોતાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા.
પરવેઝ મુશર્રફે લશ્કરી બળવો ક્યારે કર્યો?
12 ઓક્ટોબર 1999ના રોજ પાકિસ્તાનમાં લશ્કરી બળવો થયો હતો. આ રક્તવિહીન ક્રાંતિમાં શ્રીલંકાથી આવતા મુશર્રફના વિમાનને હાઇજેક કરવાનો અને આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યા બાદ નવાઝની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને પરિવારના 40 સભ્યો સાથે સાઉદી અરેબિયા મોકલવામાં આવ્યો હતો. નવાઝ શરીફે 1997ની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી અને વડાપ્રધાન પદ સંભાળ્યું. નવાઝ શરીફે જનરલ પરવેઝ મુશર્રફને આર્મી ચીફ તરીકે નિયુક્ત કર્યા.
નવાઝ શરીફને સત્તા પરથી હટાવીને મુશર્રફે ચાર્જ સંભાળ્યો
જનરલ પરવેઝ મુશર્રફ જ્યારે શ્રીલંકામાં હતા ત્યારે નવાઝ શરીફને શંકાના આધારે આર્મી ચીફના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. શરીફે મુશર્રફના સ્થાને જનરલ અઝીઝને આર્મી ચીફ તરીકે નિયુક્ત કર્યા. નવાઝે અહીં ભૂલ કરી અને એ સમજી શક્યા નહીં કે જનરલ અઝીઝ પણ પરવેઝ મુશર્રફને વફાદાર હતા. છેવટે, શરીફને જે લશ્કરી બળવાની આશંકા હતી તે થયું.
મુશર્રફે નવાઝ અને તેમના મંત્રીઓની ધરપકડ કરી અને જેલમાં ધકેલી દીધા
જનરલ પરવેઝ મુશર્રફે શ્રીલંકાથી પરત ફરતાની સાથે જ નવાઝ શરીફની સરકારને ઉથલાવી દીધી હતી. આટલું જ નહીં મુશર્રફે નવાઝ શરીફ અને તેમના મંત્રીઓની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દીધા અને પોતાને લશ્કરી શાસક જાહેર કર્યા. આ પછી મુશર્રફે પોતાને રાષ્ટ્રપતિ પણ જાહેર કર્યા હતા. 2000માં અમેરિકા અને સાઉદી અરેબિયાના હસ્તક્ષેપ બાદ નવાઝને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર