Home /News /national-international /મોટા સમાચાર: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

મોટા સમાચાર: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું શુક્રવારે નિધન થઈ ગયું છે. સ્થાનિક મીડિયા તરફથી આ જાણકારી મળી રહી છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા.

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું શુક્રવારે નિધન થઈ ગયું છે. સ્થાનિક મીડિયા તરફથી આ જાણકારી મળી રહી છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા.

તેમની સારવાર સંયુક્ત અરબ અમીરાતની અમેરિકી હોસ્પિટલમાં ચાલી રહી હતી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, તેઓ અમાઈલોઈડોસિસ બીમારીથી પીડાઈ રહ્યા હતા.


દિલ્હીમાં જન્મ્યા પરવેઝ મુશર્રફ


11 ઓગસ્ટ 1943ના રોજ પરવેઝ મુશર્રફનો જન્મ દરિયાગંજ નવી દિલ્હીમાં થયો હતો. 1947માં તેમનો પરિવાર પાકિસ્તાન જતો રહ્યો. વિભાજનના થોડા દિવસ પહેલા તેમનો આખો પરિવાર પાકિસ્તાન પહોંચ્યો હતો. તેમના પિતા સઈદે નવા પાકિસ્તાન માટે કામ કરવાનું શરુ કર્યું અને વિદેશ મંત્રાલય સાથે જોડાયા હતા.

તુર્કીમાં પણ જીવન વિતાવ્યું


ત્યાર બાદ તેમના પિતાની બદલી તુર્કીમાં થઈ, 1949માં તેઓ તુર્કી જતા રહ્યા. થોડા પોતાના પરિવાર સાથે તુર્કીમાં રહ્યા. ત્યાં તુર્કી ભાષા બોલવાની શરુ કરી. મુશર્રફે પોતાના યુવાન કાળમાં ખેલાડી પણ રહી ચુક્યા છે. 1957માં તેનો આખો પરિવાર પાકિસ્તાન પરત ફર્યો. તેમનું શાળાકીય શિક્ષણ કરાચીના સેન્ટ પેટ્રિક સ્કૂલમાં થયું. અને કોલેજનો અભ્યાસ લાહોરના ફોરમેન ક્રિશ્ચિયન કોલેજમાં થયું.
First published:

Tags: Pakistan news