Home /News /national-international /પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન ઉપર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન ઉપર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની રેલી દરમિયાન ફાયરિંગ (ફોટો સૌ. GEO )

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન વજીરાબાદમાં તેમની 'આઝાદી' રેલી દરમિયાન ગોળીબારમાં ઘાયલ થયા હતા. ARY ન્યૂઝ અનુસાર, આ ઘટના ઝફરઅલી ખાન ચોક ખાતે બની હતી.

    નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, ફાયરિંગ ઈમરાનના કન્ટેનર પાસે થયું હતું. આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોકે, ઈમરાન ખાન સુરક્ષિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    જણાવી દઈએ કે રેલી દરમિયાન, પાકિસ્તાનના ક્રિકેટર અને પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તે ઘાયલ થયા હતા. જેમાણએ ફાયરિંગ કર્યું હતું તેમની ધરપકડ કરવામાં આવી છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.



    પાકિસ્તાન મીડિયાના અહેવાલ અનુસાર, વજીરાબાદમાં ઝફર અલી ખાન ચોક પાસે પૂર્વ પીએમ અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના પ્રમુખ ઈમરાન ખાનના કન્ટેનર પાસે ફાયરિંગ થયું હતું.



    પાકિસ્તાનના ARY ન્યૂઝના અહેવાલ મુજબ, ગોળી વાગવાથી ઈમરાન ખાન ઘાયલ થયા છે. તેમને જમણા પગમાં ગોળી વાગી હતી અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. જોકે, બાદમાં સમાચાર એજન્સી PTIએ ઈમરાન ખાન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Ex PM Imran Khan, Pakistan PM

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन